Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જિયોના ગ્રાહકો માટે ૧૦૦ રૂપિયાથી ઓછી કિંમતના ૩ જબરદસ્ત પ્લાન : ડેટા, વેલિડિટી સહિત મેળશે અન્ય ફાયદા

નવી દિલ્હી,તા. ૧૮ : ભારતમાં બધાં ટેલિકોમ ઓપરેટર્સ અનલિમિટેડ ડેટા અને કોલિંગવાળા પ્લાન ઓફર કરે છે. જોકે, ઘણીવખત યુઝર્સને સસ્તા પ્લાનમાં રિચાર્જ કરાવવું હોય છે. જેમાં જિયો ૩ બેસ્ટ સસ્તા પ્લાન ઓફર કરે છે.

જિયો ઘણાં સસ્તા પ્લાન્સ ઓફર કરે છે.૧૦૦ રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાન્સમાં કરાવો રિચાર્જ

આ સાથે જ મેળવો અન્ય ફાયદા પણ. જિયોએ હાલમાં જ તેના ૨ સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન જિયો ફોન યુઝર્સ માટે છે. આ પ્લાનની સાથે ખાસ ઓફર મળી રહી છે. એક પ્લાન ખરીદવા પર અને રિચાર્જ પ્લાન ફ્રી મળી રહ્યો છે.

જિયોનો ૩૯ રૂપિયાનો પ્લાન

જિયો ફોન યુઝર્સ માટે ૩૯ અને ૬૯ રૂપિયાના ૨ નવા પ્લાન કંપની લોન્ચ કર્યાં છે. જેમાં ૩૯ રૂપિયાનો પ્લાન સૌથી સસ્તો છે. આ પ્લાનની વેલિડિટી ૧૪ દિવસની છે. આમાં એક પ્લાનની સાથે અન્ય ૧ પ્લાન ફ્રી મળે છે. દરેક નેટવર્ક પર અલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ પ્લાનમાં રોજ ૧૦૦ એમબી ડેટા યુઝર્સને મળે છે. એટલે કે કુલ ૧૪૦૦ એમબી ડેટા મળે છે. આ સિવાય તેમાં જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.

જિયોનો ૬૯ રૂપિયાનો પ્લાન

જિયો ફોન યુઝર્સ માટે ૬૯ રૂપિયાનો પ્લાન કંપની લઈને આવી છે. આ પ્લાનની વેલિડિટી ૧૪ દિવસની છે. આમાં એક પ્લાનની સાથે અન્ય ૧ પ્લાન ફ્રી મળે છે. દરેક નેટવર્ક પર અલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ પ્લાનમાં રોજ ૦.૫ જીબી ડેટા યુઝર્સને મળે છે. એટલે કે કુલ ૭ જીબી ડેટા મળે છે. આ સિવાય તેમાં જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.

જિયોનો ૭૫ રૂપિયાનો પ્લાન

જિયો ફોન યુઝર્સ માટે ૭૫ રૂપિયાનો પ્લાન કંપની પાસે છે. આ પ્લાનની વેલિડિટી ૨૮ દિવસની છે. આમાં એક પ્લાનની સાથે અન્ય ૧ પ્લાન ફ્રી મળે છે. દરેક નેટવર્ક પર અલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ પ્લાનમાં રોજ ૦.૧ જીબી ડેટા યુઝર્સને મળે છે. આ સિવાય ૨૦૦ એમબી એકસ્ટ્રા ડેટા મળે છે. એટલે કે કુલ ૩ જીબી ડેટા મળે છે. આ સિવાય તેમાં જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. સાથે જ આ પ્લાનમાં ૫૦ એસએમએસ પણ મળે છે.

(3:09 pm IST)