Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ધો. ૧૨ CBSE બોર્ડ પરીક્ષા અંગે હાલ કોઇ નિર્ણય નહી

કેન્દ્રીય શિક્ષણ મંત્રીની રાજ્યના સચિવો સાથે ઓનલાઇન બેઠક મળી

નવી દિલ્હી તા. ૧૮ : કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ દેશના તમામ શિક્ષણ સચિવો સાથે ચર્ચા કરીને હાલની પરીક્ષાની સમીક્ષા કરી હતી.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે ગઇકાલે તમામ શિક્ષણ સચિવ સાથે ઓનલાઇન બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની ધો. ૧૨ની પરીક્ષા અંગે કોઇ નિર્ણય કર્યો નથી. આ અંગે તમામ રાજ્યોને એક રીપોર્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. બેઠકમાં શિક્ષણની વર્તમાન સ્થિતિ તેમજ શિક્ષણ નિતી ૨૦૨૦ અંગે ચર્ચા વિચારણા કરી હતી. શિક્ષણ મંત્રી આજે કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોના તમામ કુલપતિઓ સાથે બેઠક યોજનાર છે.

(3:11 pm IST)