Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડાની ગતિ હવે રાજસ્થાન તરફઃ કાલથી રાજસ્થાન સહિત પંજાબ અને હરિયાણામાં પણ વરસાદની આગાહી

ગુજરાતમાં વાવાઝોડુ નબળુ પડયું: સ્કાયમેટ

રાજકોટઃ વેધરની સંસ્થા સ્કાયમેટના શ્રી મહેશ પાલાવતે જણાવ્યું હતું કે વાવાઝોડાએ દરિયામાં એન્ટ્રી લીધા બાદ ભારે તબાહી મચાવી છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ, તોફાની પવનથી વૃક્ષોના સોથ બોલી ગયા હતા. પોરબંદર, વેરાવળ, જુનાગઢ, અમરેલી જિલ્લામાં  ભારે નુકસાન થયું છે. હવે વાવાઝોડુ ધીમે- ધીમે નબળુ પડી રહ્યું છે. સીવીયર સાયકલોનમાં પરીવર્તીત થયું છે અને સાંજ સુધીમાં સાયકલોનમાં ફેરવાઈ જશે.

હવે દક્ષિણના ભાગોમાં અને મહારાષ્ટ્રમાં વરસાદની ગતિવિધી ધીમી પડી જશે. પવનની ગતિ અને વરસાદમાં ઘટાડો થતો જશે. ખતરો ટળી ગયો છે. વાતાવરણ હવે ધીમે- ધીમે ચોખ્ખુ થતું જશે.વાવાઝોડુ રાજસ્થાન તરફ ફંટાઈ રહ્યું હોય હવે રાજસ્થાનના જુદા- જુદા જિલ્લાઓમાં વરસાદ શરૂ થશે. ઉત્તર રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં આવતીકાલથી વરસાદની ગતિવિધી શરૂ થઈ જશે.

(3:12 pm IST)