Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

એમેઝોનના બેજોસ વિશ્વના સૌથી ધનીક વ્યકિત બન્યા : એલન મસ્ક ત્રીજા સ્થાને પહોંચ્યા

બ્લૂમબર્ગના રિપોર્ટમાં દુનિયાના ધનીકોની યાદી જાહેર

નવી દિલ્હી,તા.૧૮: દુનિયાના સૌથી અમીર ટેસ્લા અને સ્પેસએકસના સીઈઓ એલન મસ્ક એક વાર ફરી ધનિકોની યાદીમાં નીચે આવી ગયા છે. બ્લૂમબર્ગની રિપોર્ટ જારી કરી આ જાણકારી આપવામાં આવી છે. એલન મસ્ક પહેલા સ્થાનથી ખસીને હવે ત્રીજા સ્થાને પહોંચ્યા છે. ત્યારે Hennessyના સીઈઓ બર્નાર્ડ આરનોલ્ટ બીજા નંબર પર બનેલા છે. ઉલ્લેખનીય છે કે દુનિયાના ટોપ ૧૦ ધનિકોમાંથી ૯ અમેરિકન લોકો સામેલ છે.

બ્લોમ્બેર્ગ બિલિયોનેર ઇન્ડેકસના જણાવ્યાનુસાર એમેજોનના જેફ બેજોસ એક વાર ફરી દુનિયામાં સૌથી ધનિક વ્યકિત બનેલા છે. તેમની નેટવર્થ ૧૯૦ અરબ ડોલર છે. ત્યારે બીજા નંબર પર રહેનારા બર્નાર્ડ આરનોલ્ટના નેટવર્થમાં ૪૬.૮ અરબ ડોલરનો વધારો જોવા મળ્યો છે. જે બાદ તેમની કુલ નેટવર્થ ૧૬૧ અરબ ડોલર થઈ ગઈ છે.

ત્યારે એલન મસ્ક ૧૬૧ અરબ ડોલરની નેટવર્થની સાથે ધનિકોની યાદીમાં ત્રીજા નંબર પર ખસી ગયા છે આ ઘટાડો ટેસ્લાના શેરમાં સોમવારે આવે વેચાણને જોઈને મળ્યો હતો. જે બાદ કંપનીના શેર લગભગ ૨.૧૯ ટકા ઘટ્યા હતા. આ વર્ષે તેમની નેટવર્થ ૯.૦૯ અરબ ડોલરનો ઘટાડો આવ્યો છે.

બર્નાર્ડ આરનોલ્ટની વાત કરીએ તો તેમનો નેટવર્થમાં આ વખતે ઉછાળો જોવા મળ્યો છે. આ લકઝરી હાઉસની પાસે ૭૦થી વધારે બ્રાન્ડ છે. જેમાં આ વ્યવસાય કરે છે. ત્યારે કંપનીનો રેવન્યૂ ગત કવાર્ટરમાં લગભગ ૧૬.૯ અરબ ડોલર રહ્યો છે.

(3:12 pm IST)