Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

દુષ્કર્મની વિચિત્ર ઘટનાઃ રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજયોઃ નરાધમ રેપ કરી ફરાર

રાતના અંધારામાં આરોપીને પતિ સમજવાની ભુલ કરી હતીઃ જયારે અહેસાસ થયો કે બીજો વ્યકિત છે ત્યારે બુમો પાડવા લાગી હતી

રીવા, તા૧૮: મધ્ય પ્રદેશના રીવામાં એક મહિલાએ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ સમયે મહિલા પોતાના પતિ અને બાળકની બાજુમાં ઉંઘતી હતી. જોકે, મહિલા આરોપીને પતિ સમજવાની ભૂલ કરી બેઠી હતી. પરંતુ જયારે તેને ખબર પડી કે આ બીજો વ્યકિત છે ત્યારે તેને બુમો પાડવા લાગી હતી. મહિલાની બુમોનો અવાજ સાંભળીને પતિ જાગી ગયો હતો. અને તેને આરોપીને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે ઘટના સ્થળે જ ફરાર થઈ ગયો હતો.

આ ઘટના મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના મઉગંજની છે. ગત રાત્રે એક રૂમમાં મહિલા પોતાના બે બાળકો અને પતિ સાથે ઉંદ્યી રહી હતી. રાતના અંધારામાં અજાણ્યો યુવક તેના રૂમમાં ચુપચાપ દ્યૂસ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે તેણે મહિલા સાથે રેપ કર્યો હતો. પહેલા તો મહિલા તેનો પતિ હોવાનું સમજી હતી પરંતુ જયારે તેને અહેસાસ થયો કે કોઈ બીજો વ્યકિત છે તો મહિલાએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.

મહિલાએ જયારે બુમો પાડવાનું શરૂ કર્યું ત્યારે આરોપી એલર્ટ થઈ ગયો અને મહિલાના પતિએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ આરોપીએ તેને ધક્કો મારી રૂમમાંથી ભાગી ગયો હતો. દ્યટના બાદ મહિલા ગભરાઈ ગઈ હતી. મહિલાના પતિએ આરોપીનો ઘરની બહાર સુધી પીછો કર્યો હતો. પરંતું રાતના અંધારામાં આરોપી કયાં ગાયબ થયો એ ખબર જ ન પડી. ઘટનાના બીજા દિવસે સવારે પીડિતા પતિ સાથે આ અંગે ફરિયાદ નોંધાવવા માટે મરુગંજ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જયાં તેણે પોતાની સાથે થયેલી ઘટના પોલીસને વર્ણવી હતી. મહિલાએ જણાવ્યું કે રાતના સમયે દરવાજો ખુલ્લો હતો. જેનાકારણે અજાણ્યો વ્યકિત રૂમમાં પ્રવેશ્યો હતો.

પીડિત મહિલાની ફરિયાદને ગંભીરતાથી લઈને એએસપી મઉગંજે તપાસના આદેશ આવ્યા હતા. અને આ સંપૂર્ણ ઘટનાની તપાસ મહિલા અધિકારીને સોંપી હતી. ફરિયાદ નોંધીને મહિલાને મેડિકલ તપાસ કરાવાની કાર્યવાહી શરૂ કરી હતી.

(3:17 pm IST)