Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

લ્યો બોલો...ફરી બદલાશે નિયમ!

રીકવરી બાદ વેકસીન માટે ૯ મહિના રાહ જોવી પડશે

હાલમાં જ સમય ૬ માસ નક્કી થયો હતોઃ હવે ૯ મહિના લંબાવાય શકે છે વેકસીનની અછતનું પરિણામ

નવી દિલ્હી, તા.૧૮: કોરોના વાયરસને મ્હાત આપવા માટે દેશમાં વેકિસનેશનનું કામ ચાલુ છે. આ વચ્ચે વેકસીનની નીતિઓમાં સતત બદલાવ થઇ રહ્યાં છે. હવે જો કોઇ વ્યકિતને કોરોના વાયરસ થાય તો રિકવર થયાના આશરે ૯ મહિના બાદ જ તેને રસી આપવામાં આવી શકે છે.

નેશનલ એકસપર્ટ ગ્રુપ ઓન વેકિસન એડમિનિસ્ટ્રેશન  તરફથી આ અંગે જલ્દી જ નિર્ણય લેવામાં આવી શકે છે, ગ્રુપે રિકવરીના નવ મહિના બાદ જ રસી લગાવવાની સલાહ આપી છે. જણાવી દઇએ કે તાજેતરમાં  જ આ સમયને ૬ મહિના કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને ૯ મહિના સુધી વધારવામાં આવ્યો છે.

એકસપર્ટ ગ્રુપ તરફથી તથ્યોને ધ્યાનમાં લેતા આ અંગે સૂચન આપવામાં આવ્યું છે. ભારતમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન રિઇન્ફેકશનનો રેટ ૪.૫ ટકા સુધી હતો, આ દરમિયાન ૧૦૨ દિવસનું અંતર જોવા મળ્યું હતું. સાથે જ કેટલાંદ દેશોમાં સ્ટડીમાં જાણવા મળ્યું કે કોરોના સંક્રમિત થયા બાદ ૬ મહિના સુધી ઇમ્યુનિટી રહી શકે છે. તેથી આટલો સમય જરૂરી છે.

જો કે, જયારે કોરોના મહામારી હજુ પણ યથાવત છે, તેવામાં રિઇન્ફેકશનની સંભાવના છે. તેવામાં જો કોઇને પ્રથમ અને બીજા ડોઝની રાહ જોવી પડે, તો તે લાભકારક સાબિત થઇ શકે છે.

જણાવી દઇએ કે વેકસેશનને લઇને તાજેતરમાં જ નિયમોમાં બદલાન કરવામાં આવ્યાં હતાં. જે અંતર્ગત હવે કોરોના વેકિસનના બીજા ડોઝ માટે ૧૨ થી ૧૬ અઠવાડિયા રાહ જોવી પડશે. કોવિનના પોર્ટલ પર પણ હવે બીજા ડોઝનો ઓપ્શન ૮૪ દિવસ બાદ બતાવી રહ્યો છે.

સાથે જ, કોવિડથી રિકવર થયેલી વ્યકિતને પહેલા ૬ મહિના સુધી રાહ જોવી પડશે તેવી વાત હતી પરંતુ હવે તે ૯ મહિના થઇ શકે છે. સાથે જ ગર્ભવતી મહિલા પાસે ડિલિવરી બાદ વેકિસન લેવાનો ઓપ્શન છે.

(3:57 pm IST)