Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ડોકટરે દર્દીના ચહેરા પરથી તરબૂચ જેવડી મોટી ગાંઠ કાઢી

વર્ષો પછી નોર્મલ લાઇફ મળી

ટેકસાસ તા. ૧૮ : હાલ સોશિયલ મીડિયા પર એક ડોકટરના વખાણ થઈ રહ્યાં છે. આ ડોકટરે કોઈ પણ ફી લીધા વગર દુનિયાનું સૌથી મોટું ફેશિયલ ટ્યુમર કાઢ્યું છે. અમેરિકામાં ટેકસાસમાં રહેતા ડો. ગ્રેવ્સ ઓરલ અને ફેશિયલ સર્જન માટે ફેમસ છે. તરબૂચ જેવડી મોટી ગાંઠ કાઢવામાં તેમણે દર્દી પાસેથી એક રૂપિયો પણ લીધો નહોતો. દર્દીના ચહેરા પર ડાબી બાજુએ નીચેની સાઈડ ગાંઠ હતી, સમય જતા આ ગાંઠ વધતી ગઈ અને તે મોટી થઈ ગઈ. છેલ્લા એક વર્ષથી દર્દીનો ડાબી બાજુનો ચહેરો ઢંકાઈ ગયો હતો. જો કે, આ ગાંઠની દર્દીને ચહેરા પર કોઈ દુખાવો થતો નહોતો. ચાર્લ્સ ઘણાં વર્ષો સુધી આ ગાંઠ સાથે જીવ્યો, પણ ધીમે-ધીમે તેને લીધે રૂટીન લાઈફમાં તકલીફ પડતી હતી. ઓપરેશન પછી ચાર્લ્સને તેનો નોર્મલ લુક પાછો મળી ગયો અને તે પણ હવે નોર્મલ લાઈફ જીવી રહ્યો છે. ડો. ગ્રેવ્સને જયારે ચાર્લ્સની તકલીફ વિશે ખબર પડી ત્યારે તેણે તેની સર્જરી ફ્રીમાં કરવાનું નક્કી કર્યું.

(3:58 pm IST)