Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

આંધ્ર પ્રદેશ રાજ્ય સરકાર મીડિયાને ધાક ધમકી આપે છે : COVID-19 મામલે લોકોના અવાજને વાચા આપવા ઉપર પ્રતિબંધ મૂકે છે : સુપ્રીમ કોર્ટે 30 એપ્રિલના રોજ આપેલા આદેશનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાની રાવ : તેલુગુ ન્યૂઝ ચેનલે રાજ્ય સરકાર વિરુદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટ પિટિશન ફાઈલ કરી

આંધ્ર પ્રદેશ : તેલુગુ ન્યૂઝ ચેનલ, એબીએન આંધ્રજ્યોતિએ આંધ્ર પ્રદેશ રાજ્ય સરકાર વિરુદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટ પિટિશન ફાઈલ કરી છે.જેમાં જણાવ્યા મુજબ આંધ્ર પ્રદેશ રાજ્ય સરકાર મીડિયાને ધાક ધમકી આપે છે  . તેમજ  COVID-19 મામલે લોકોના અવાજને વાચા આપવા ઉપર પ્રતિબંધ મૂકે છે .તથા  સુપ્રીમ કોર્ટે 30 એપ્રિલના રોજ આપેલા આદેશનું ઉલ્લંઘન કરે છે .

સુપ્રીમ કોર્ટે  કેન્દ્ર અને રાજ્યોની સરકારને કોવિદ  -19  સંબંધિત નાગરિકોની ફરિયાદ સોશિયલ મીડિયા પર રોકવામાં ન આવે તે માટે 30 એપ્રિલના રોજ નિર્દેશ આપ્યો હતો .

પિટિશનરે દાખલ કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે વાઇએસઆર કોંગ્રેસના સાંસદ, કન્નુમુરી રઘુરામા કૃષ્ણમ રાજુ દ્વારા કોવિદ -19 રોગચાળાને નાથવામાં મુખ્યમંત્રી અને આંધ્રપ્રદેશ સરકારની કાર્યવાહીની ટીકા કરવામાં હતી. જે બાબતને કવરેજ આપવામાં આવતા પિટિશનર તથા અન્ય એક ચેનલ ટીવી -5 વિરુદ્ધ રાજ્ય સરકારે એફઆઈઆર દાખલ કરી હતી.

અરજદારે એવી રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર  ઇરાદાપૂર્વક અને જાણી જોઈને ઉચ્ચ અદાલતના આદેશની અવગણના કરી રહી છે. તેમજ  તેઓની  વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરી રહી છે. તેથી  હાલની કોર્ટના તિરસ્કારની  અરજી દાખલ કરવાની ફરજ પડી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:29 pm IST)