Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મોતનો મલાજો નહીં !: બલિયામાં મૃતદેહો પર ટાયર મૂકીને અંતિમ સંસ્કાર :5 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

ચિતા ઝડપથી સળગાવવા તેના પર પેટ્રોલ છાંટયુ : માનવતાને શર્મસાર કરતા કિસ્સાનો વિડિઓ વાયરલ થતા SPએ 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા

લખનઉ: ઉત્તર પ્રદેશના બલિયામાં પોલીસનો વરવો ચહેરો સામે આવ્યો છે માનવતાને શર્મસાર કરતો કિસ્સો ઉજાગર થયો છે. અહીં ગંગા નદીમાં વહીને આવતા મૃતદેહોને નીકાળીને અંતિમ સંસ્કાર સમયે તેમના પર પેટ્રોલ છાંટવામાં આવ્યું, જેથી તે જલ્દી સળગી જાય. આટલું જ નહીં, લાકડાની સાથે-સાથે ટાયર પર ચિતા પર રાખવામાં આવ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ SPએ 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

ઉત્તર પ્રદેશના બનારસ, ગાજીપુર અને બલિયા ઉપરાંત બિહારના કેટલાક જિલ્લાઓમાં પણ ગંગા નદીમાં તરતી લાશો મળી આવી હતી. વહીવટી તંત્ર દ્વારા, હવે આવા મૃતદેહોને નીકાળીને અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

અનેક ઠેકાણે મૃતદેહોને ગંગાના કિનારે જ દફન કરી દેવામાં આવ્યા છે, પરંતુ બલિયામાં એક હ્રદયદ્વાવક વીડિયો સામે આવ્યો છે. અહીં ગંગા નદીમાંથી લાશોને નીકાળ્યા બાદ યોગ્ય રીતે તેમના અંતિમ સંસ્કાર નથી કરવામાં આવી રહ્યાં. Ballia Video Viral

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચિતા પર લાકડાની સાથે ટાયરો પણ રાખવામાં આવ્યાં છે. આ સિવાય મૃતદેહો ઝડપથી સળગી જાય તે માટે ચિતા પર પેટ્રોલ છાંટવામાં આવી રહ્યું છે. આ મામલે ત્યાં ઉપસ્થિત 5 પોલીસ કર્મચારીઓને સંવેદનહિનતાના આરોપમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

(8:29 pm IST)