Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સનો જોરદાર વિરોધ : હવે 6 હજાર ડોક્ટર્સ ઉતર્યા રસ્તા પર ઉતર્યા

જનતાના ઇનકાર બાદ વધુ વખત ટોચના પ્રોફેશનલ્સ રમતોને સુસાઇડ મિશન તરીકે ગણાવ્યા બાદ જાપાનના હજારો ડોક્ટર્સે ગેમ્સનો વિરોધ કર્યો

ટોક્યો : આ વર્ષના જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ માટે હવે વધારે સમય બાકી રહ્યો નથી. ઓલિમ્પિક ગેમ્સની આયોજન સમિતિ, જાપાન સરકાર અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) રમતોને સુરક્ષિત તથા સફળ બનાવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ આ તમામની વચ્ચે જાપાનની અંદર જ રમતના આયોજનને સ્થગિત કરવા કે રદ કરવાની માગણીઓ સતત વધી રહી છે. પ્રથમ સર્વેમાં જાપાનની જનતાના ઇનકાર બાદ વધુ એક વખત ટોચના પ્રોફેશનલ્સ આ રમતોને સુસાઇડ મિશન તરીકે ગણાવ્યા બાદ જાપાનના હજારો ડોક્ટર્સે ગેમ્સનો વિરોધ કર્યો છે. ટોક્યોના ડોક્ટર્સની એક નેશનલ સંસ્થાએ ઓલિમ્પિક રદ કરવાની માગણી કરી છે કારણ કે દેશમાં પહેલાથી જ કોરોના વાઇરસના કારણે ડોક્ટર્સ ઉપર વધારાનું દબાણ લદાઇ ચૂક્યું છે.

જાપાનમાં થયેલા એક સર્વેમાં ૪૩ ટકા લોકોએ ગેમ્સને રદ કરવાની તથા ૪૦ ટકા લોકોએ સ્થગિત કરવાની ઔમાગણી કરી છે. જાપાનની સૌથી મોટી કંપનીઓમાંની એક રાકુટેન ઔગ્રૂપના સંસ્થાપક હિરોશી મિકિતાનીએ ઓલિમ્પિક ગેમ્સની યજમાનીને ઔસુસાઇડ મિશન તરીકે વર્ણવી છે. ઔતેમણે આ ગેમ્સને રદ કરવાની માગણી કરી છે.

જાપાનની એક મેડિકલ સંસ્થા ટોક્યો મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશને ઓલિમ્પિક ગેમ રદ કરવાની માગણી કરી છે. સંસ્થાએ જણાવ્યું હતું કે દેશમાં પહેલાથી જ સ્થાનિક લોકોનાં સંક્રમણથી હોસ્પિટલ અને ડોક્ટર્સ ઉપર વધારાનો બોજ લદાયેલો છે. એસોસિયેશનને જાપાનના પ્રધાનમંત્રીને અપીલ કરીને જણાવ્યું હતું કે તેઓ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિને ગેમ્સ રદ કરવા માટેનો આગ્રહ કરે. આ સંસ્થા સાથે છ હજાર કરતાં વધારે પ્રાથમિક ડોક્ટર્સ જોડાયેલા છે અને ટોક્યો ગેમ્સ વખતે તેમની ઉપર વધારાનો બોજો લદાશે. નોંધનીય છે કે રાજધાની ટોક્યો અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાં સતત ત્રીજી વખત ઇમરજન્સી સ્થિતિને ૩૧મી મે સુધી લંબાઇ દેવામાં આવી છે.

(11:52 pm IST)