Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મુંબઇ દરિયામાં બાર્જ P 305 વહાણ ડૂબ્યું : નૌસેનાએ 177 લોકોને બચાવ્યા:ક્રૂના 74 સભ્યોની શોધખોળ ચાલુ

P8I સર્વેલન્સ વિમાનની સહાય રાહત કાર્યમાં લેવાઈ :હેલિકોપ્ટરની મદદ લેવાઈ

મુંબઈ : ચક્રવાતને કારણે મુંબઇ દરિયામાં આવેલ બાર્જ P 305  ડૂબી ગયું હતું. ભારતીય નૌસેનાએ આ વહાણમાં સવાર 177 લોકોને બચાવ્યા છે, જ્યારે ક્રૂના 74 સભ્યોની શોધ ચાલુ છે. નૌકાદળના જવાનો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે.

આ મિશનમાં આઈએનએસ કોચિ અને આઈએનએસ કોલકાતાને તૈનાત કરવામાં આવ્યા છે.

ભારતીય નૌકાદળ અનુસાર, P8I સર્વેલન્સ વિમાનની સહાય રાહત કાર્યમાં લેવામાં આવી રહી છે. આ સાથે હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી રહી છે.

નૌસેનાએ દરિયામાં રાહત પોહ્ચાડવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. મળતી માહિતી પ્રમાણે, કુલ 273 લોકો બાર્જ P305 માં હતા. ચક્રવાત દરમિયાન બોટનું સંતુલન ખોળવાયું હતું અને વહાણ દરિયામાં ડૂબવા લાગ્યું હતું.

આ ઉપરાંત વાવાઝોડાને કારણે વધુ બે નૌકાઓ વહી ગઈ હતી. નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 'ગલ કન્સ્ટ્રક્ટર' વહી ગયુ હતું અને કોલાબા પોઇન્ટની ઉત્તરે 48 નોટિકલ માઇલ દૂર જતું રહ્યું હતું, જેમાં 137 લોકો હતા.

આમાં સ્વર લોકો ને સુરક્ષિત કાઢવા માટે નૌસેનાએ તેના ઇમરજન્સી ટોઇંગ વેસલ વોટર લીલી સાથે બે સપોર્ટ વેસલ મોકલ્યા છે. આ ઉપરાંત આઈએનએસ તલવાર અરબી સમુદ્રમાં હાજર ઓઇલ રિગ સાગર ભૂષણમાં ફસાયેલા 101 લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે અરબી સમુદ્રમાંથી ઉઠેલ ચક્રવાતી તોફાન Tauktae મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાત ગયું છે. પરંતુ તેનાથી મુંબઇમાં કહેર છવાયો છે. તોફાનને કારણે અત્યાર સુધીમાં 14 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. બે લોકો હજી ગુમ છે. તે જ સમયે, આ ચક્રવાતને કારણે ગુજરાતમાં પણ 13 લોકોનાં મોત નીપજ્યાં છે.

(12:12 am IST)