Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

બેંગ્‍લુરુમાં ઓરેન્‍જ એલર્ટઃ આજે ભારે વરસાદની આગાહી

ગત રાત્રે ત્રણ ઇંચ ખાબકયા બાદ

નવી દિલ્‍હીઃ ગઇ કાલે રાત્રે ત્રણ કલાકમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ પડી જતા પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક, તામીલનાડુ અને કેરલમાં છુટાછવાયા સ્‍થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઃ બેંગલુરુ માટે આજે ૧૮ મેના રોજ ઓરેન્‍જ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે, ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આઇએમડી એ જણાવ્‍યું છે કે દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

(3:03 pm IST)