Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

પોસ્ટ કોવિડ અને હીટ વેવને કારણે માનસિક દર્દીઓ વધી રહ્યા છે : ઝારખંડની રાજધાની રાંચીની સંસ્થામાં દરરોજ 300 જેટલા માનસિક દર્દીઓ ઓપીડીમાં આવી રહ્યા હોવાનો અહેવાલ

રાંચી : ઝારખંડની રાજધાની રાંચીના સીઆઈપી કાંકેના ડાયરેક્ટર ડૉ. બાસુદેવ દાસે જણાવ્યું કે, આ વર્ષે રાજ્યમાં ગરમીના મોજાની અસર જોવા મળી રહી છે. રાંચીમાં 22 વર્ષમાં આવું બન્યું ન હતું. હીટ વેવ અને કોવિડ પછીની સમસ્યાઓના કારણે, CIPમાં માનસિક દર્દીઓની સંખ્યામાં 15-20 ટકાનો વધારો થયો છે.

સંસ્થાની ઓપીડીમાં દરરોજ 300 જેટલા માનસિક દર્દીઓ આવે છે. જેમાંથી 120 દર્દીઓ નવા છે. જ્યારે અન્ય દર્દીઓ ફોલો-અપ માટે આવે છે. આ ઉપરાંત દરરોજ 550 થી વધુ દાખલ દર્દીઓની દેખરેખ કરવામાં આવે છે. આ ઉપરાંત દરરોજ 550 થી વધુ દાખલ દર્દીઓની દેખરેખ કરવામાં આવે છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(7:13 pm IST)