Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર જુલમ ચાલુ : 13 વર્ષની ખ્રિસ્તી બાળકીનું અપહરણ કરી ફરજીયાત ધર્મ પરિવર્તન કરાયું : 3 બાળકોના બાપ સાથે પરણાવી દીધી : કોર્ટે પણ માન્યતા આપી દીધી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર જોર જુલમ હજુ પણ ચાલુ છે. જે મુજબ ગુજરાવાલા શહેરની 13 વર્ષની ખ્રિસ્તી બાળકીનું એક મુસ્લિમ યુવક અપહરણ કરી ગયો હતો. અને તેનું ફરજીયાત ધર્મ પરિવર્તન કરી તેને 3 બાળકોના બાપ સાથે પરણાવી દીધી હતી.એટલું જ નહીં કોર્ટે પણ આ નિકાહને માન્યતા આપી દીધી હતી.

પીડિતાના પિતાએ જણાવ્યા મુજબ તેની પુત્રીને ધમકી આપી કોર્ટમાં ખોટું નિવેદન કરાવાયું હતું. જે મુજબ તેણે સ્વેચ્છાથી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવનું જણાવતા  કોર્ટે તે માની  લીધું હતું. તથા પીડિતાને તેના પતિના ઘેર જવા દેવાનો પોલીસને આદેશ કર્યો હતો.તેવું સ્થાનિક સમાચાર સૂત્રના અહેવાલ થકી પી.કે.દ્વારા જાણવા મળે છે.

(7:02 pm IST)