Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા સહીત ત્રણેયની સ્પેશ્યલ કોર્ટે 28 જૂન સુધી કસ્ટડી આપી

શર્માના નિવાસસ્થાનથી એક પ્રિન્ટર, કમ્પ્યુટર અને એક લેપટોપ સાથે કેટલાક દસ્તાવેજો કબજે કર્યા

મુંબઈ : એન્ટિલિયા કેસમાં અને ગુજરાતી વ્યાપારી હિરેન મનસુખ હત્યા મામલે NIAએ પ્રદીપ શર્મા  સહિત ત્રણ લોકોની ધરપકડ કરી. શર્મા એનઆઈએ દ્વારા આ કેસમાં ધરપકડ કરાયેલા પોલીસ વિભાગનો પાંચમો વ્યક્તિ છે. શર્માની ધરપકડ પહેલા એનઆઈએએ આ કેસમાં અન્ય ચાર પોલીસ અધિકારીઓની ધરપકડ કરી હતી, જેમાં સચિન વાઝે, રિયાઝુદ્દીન કાઝી, સુનીલ માને અને ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદેનો સમાવેશ થાય છે.

 તપાસ એજન્સીએ બુધવારે મોડી રાત્રે શર્માની મુંબઈ નજીક લોનાવાલાથી ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને પૂછપરછ માટે દક્ષિણ મુંબઈની સેન્ટ્રલ એજન્સીની કચેરી લાવવામાં આવ્યો હતો. NIA સ્પેશલ કોર્ટે ત્રણેયને 28 જૂન સુધી એનઆઈએ કસ્ટડી આપી છે

રૂવારે વહેલી સવારથી જ અંધેરી સ્થિત પ્રદીપના ઘરમાં NIAના દરોડા પાડવામાં આવ્યા હતા, સવારે 6.45થી 10.45 વાગ્યા દરમ્યાન લગભગ ચાર કલાક સુધી આ દરોડા ચાલુ રહ્યા. આ દરોડા દરમિયાન એનઆઈએના અધિકારીઓએ પ્રદીપ શર્માના નિવાસસ્થાનથી એક પ્રિન્ટર, કમ્પ્યુટર અને એક લેપટોપ સાથે કેટલાક દસ્તાવેજો પણ કબજે કર્યા હતા.

દરોડા દરમિયાન પોલીસ અધિક્ષક વિક્રમ ખલાટે સહિત એજન્સીના સાતથી આઠ જવાનો હાજર હતા. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (crpf) પણ મુંબઈ પોલીસ સમેત તૈનાત હતા. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર એનઆઈએએ 11 જૂનના રોજ મલાડના કુરાર ગામથી શર્માની નજીક ગણાતા સંતોષ શેલાર અને આનંદ જાધવ નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. એન્ટિલીયા વિસ્ફોટક કેસ અને થાણે સ્થિત ઉદ્યોગપતિ મનસુખ હિરણની હત્યા સંદર્ભે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

(12:46 am IST)