Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

દિનેશ કાર્તિકે ટેસ્ટ ક્રિકેટમાં સ્ટ્રાઈક રેટની વાતને ગણાવી બકવાસ : ચેતેશ્વર પુજારાના કર્યા વખાણ

ઓસ્ટ્રેલીયામાં પુજારા ક્રિઝ પર લાંબો સમય ઉભા રહ્યો :ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યુ

મુંબઈ : વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિકએ ચેતેશ્વર પુજારાના વખાણ કર્યા છે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સ્ટ્રાઈક રેટની વાતને બકવાસ ગણાવી છે. તેણે કહ્યું ઓસ્ટ્રેલીયામાં પુજારા ક્રિઝ પર લાંબો સમય ઉભા રહ્યો હતો. આમ પુજારાએ ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યુ હતુ. પુજારાએ ક્રિઝ પર રહીને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

કિપર કાર્તિકે કહ્યું હતુ કે મને લાગે છે કે સ્ટ્રાઈક રેટની વાત એકદમ બકવાસ છે. ચાર દિવસની અંદર ખતમ થનારી મેચોની સંખ્યા 80-82 ટકા હોય, શું કામ સ્ટ્રાઈક રેટની ચિંતા કરવાની. ખેલાડીઓને પોતાના હિસાબથી રમવા દેવા જોઈએ, જ્યાં સુધી તે ભારતને ટેસ્ટ મેચ જીતાવી રહ્યો છે.

WTC ફાઈનલ મેચમાં પુજારાની ભૂમિકા મહત્વની રહેશે. કાર્તિકે કહ્યું અમે પાછળની ઘરેલુ સિરીઝ કેટલીક મુશ્કેલ પરીસ્થિતીઓ વચ્ચે રમી છે. કોઈની રમતનું આંકલન હંમેશા આંકડાઓ પર આધાર નથી કરી શકાતુ. સિડની ટેસ્ટને જ જોઈ લો, પુજારાએ શરીર પર કેટલા પ્રહાર ઝીલ્યા હતા.

આગળ કહ્યું હતુ કે KKRના સાથી ખેલાડી પેટ કમિન્સે IPL દરમ્યાન મને ઓસ્ટ્રેલીયાની મેચને લઈ વાત કરી હતી. કમિન્સે કહ્યું હતુ કે ભારતની હાર અને ડ્રો વચ્ચે એક જ ખેલાડી હતો ચેતેશ્વર પુજારા. જેટલી વાર તે ક્રિઝ પર રહ્યો, તેણે શરીર પર પ્રહાર ઝીલ્યા.

(12:56 am IST)