Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સોશિયલ મીડિયામાં મોજ

ભારતમાં પેટ્રોલ - ડીઝલ કરતા પિન્ટ ઓફ બિયર સસ્તુ મળે છે

નવી દિલ્હી તા. ૧૮ : દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા અતિશય વધારાને પગલે હાલમાં સોશિયલ મીડિયા ઉપર સરકારી કરવેરા સામે રોષ વ્યકત કરવામાં આવી રહ્યો છે. યૂઝર્સ દ્વારા હાલમાં નવો જ ટ્રેન્ડ શરૂ કરાયો છે. લોકો સોશિયલ મીડિયામાં જણાવી રહ્યા છે કે, કેટલાંક રાજયોમાં બિયરની કિંમતો પેટ્રોલ અને ડીઝલની કિંમત કરતાં ઘણી ઓછી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા આર્થિક વર્ષમાં રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને ઉત્ત્।રપ્રદેશ જેવાં રાજયો દ્વારા એકસાઈઝ અને અન્ય કરવેરા અંગે નવી નીતિઓ અપનાવાતા બિયરના ભાવ ઘટયા છે. લોકો જણાવી રહ્યા છે કે, દેશના એક મહત્ત્વના પશ્ચિમી રાજયમાં પિન્ટ ઓફ બિયર ૭૦ રૂપિયામાં મળે છે જયારે અહીંયા પેટ્રોલ ૧૦૬ રૂપિયા વટાવી ગયું છે. લોકો હવે પેટ્રોલ કરતા બિયર સસ્તી હોવાને ટ્રેન્ડ બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સમાં 'જસ્ટ ડ્રિન્ક ડોન્ટ ડ્રાઈવ' સ્લોગન ટ્રેન્ડ કરી રહ્યું છે. ઘણા યૂઝર્સ કહી રહ્યા છે કે, કોરોનાકાળમાં ઘરે રહો અને બિયર પીવો. ઘરની બહાર જવાશે નહીં, પેટ્રોલના ખર્ચા થશે નહીં અને સસ્તી બિયર પીને ઘરમાં જ આનંદ થશે.

રાજસ્થાનમાં એકસાઈઝ પોલિસીમાં પહેલી એપ્રિલથી ફેરફાર કરવામાં આવ્યો હતો. તેના કારણે બિયરના ભાવ ૨૦૨૧ના નવા નાણાકીય વર્ષથી ૩૦થી ૩૫ રૂપિયા ઘટી ગયા છે. સ્થાનિક ઉત્પાદનોમાં મોટાપાયે ભાવ ઘટયા છે. બિયર ઉપર એકસાઈઝ ઘટવાથી લોકોને રાહત મળી હતી. બીજી તરફ અહીંયા એકસાઈઝ ડયૂટી વધારે હોવાથી પેટ્રોલની કિંમતે ૧૦૦ને વટાવી ગઈ છે. ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ ૧૦૬ સુધી પહોંચી ગયા છે.

ઉત્તરપ્રદેશ અને બંગાળમાં પણ થોડા સમય પહેલાં રાજય સરકારો દ્વારા બિયર ઉપરની એકસાઈઝ ઘટાડવામાં આવી હતી. પશ્યિમ બંગાળમાં એકસાઈઝ ઘટતાની સાથે જ બિયરની ડિમાન્ડ વધવા લાગી હતી. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં બિયરની કિંમતમાં ૨૦ રૂપિયા સુધીનો ઘટાડો આવી ગયો છે. આ ઉપરાંત દિલ્હીમાં પણ કોરોનાકાળ બાદ ટેકસમાં રાહત આપવામાં આવતા લોકોને સસ્તા ભાવે લિકર અને બિયર મળી રહ્યા છે.

(10:12 am IST)