Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

લોકપ્રિયતામાં નંબર ૧

ન બાયડન... ન જોનસન, PM મોદી હજુ પણ દુનિયાના સૌથી વધારે સ્વીકાર્ય નેતા

કોરોના કાળની બીજી લહેરમાં પણ પીએમ મોદી હજુ પણ અન્ય નેતાઓની સરખામણીમાં આગળ : મોદીની ગ્લોબલ અપ્રૂવલ રેટીંગ ૬૬ ટકા : ઇટલીના પીએમ મારિયો ડ્રેગીનો અપ્રૂવલ રેટીંગ ૬૫ ટકા

નવી દિલ્હી તા. ૧૮ : કોરોના કાળમાં પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બરકરાર છે અને તે દુનિયાના સૌથી વધારે સ્વીકાર્ય નેતા છે.

અમેરિકન ડેટા ઈન્ટેલિજેન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર સ્વીકાર્યતાના મામલામાં નરેન્દ્ર મોદી હજું પણ અન્ય નેતાઓની સરખામણીમાં આગળ ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગ્લોબલ અપ્રૂવલ રેટિંગ ૬૬ ટકા છે. ડેટના જણાવ્યાનુસાર કોરોના કાળમાં પણ પીએમ મોદી અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, ફ્રાન્સ અને જર્મની સહિત ૧૩ દેશોના અન્ય નેતાઓથી સારા બન્યા રહ્યા છે.

અમેરિકન ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ કોરોનાની બીજી લહેરમાં તેમની લોકપ્રિયતા અથવા અપ્રૂવલ રેટિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.  તેમ છતાં તે દુનિયામાં ટોપ પર ચાલી રહ્યા છે અને અન્ય વૈશ્વિક નેતાઓની સરખામણીમાં તેમનું પ્રદર્શન સારુ રહ્યુ છે. આ અપ્રૂવલ રેટિંગમાં પીએમ મોદી બાદ ઈટલીના પીએમ મારિયો ડ્રેગીનો નંબર આવે છે જેમનો અપ્રૂવલ રેટિંગ ૬૫ ટકા છે. ત્યારે ત્રીજા સ્થાન પર મૈકિસકોના રાષ્ટ્રપતિ લોપેજ ઓબ્રેડોર છે. જેમનું રેટિંગ ૬૩ ટકા છે.

મોર્નિંગ કન્સલ્ટ નિયમિત રુપથી વિશ્વના નેતાઓની અપ્રૂવલ રેટિંગને ટ્રેક કરે છે. જે મુજબ પીએમ મોદી બાદ બીજા સ્થાન પર ઈટલીના પીએમ મોરિયો ડ્રેગી ( ૬૫ ટકા), મૈકિસકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મૈનુઅલ લોપેજ ઓબ્રેડોર(૬૩ ટકા), ઓસ્ટ્રેલિયાઈ પીએમ સ્કોટ મોરિસન(૫૪ ટકા), જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ (૫૩ ટકા) , અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન (૫૩ ટકા), કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો (૪૮ ટકા), બ્રિટનના પીએમ બોરિસ જોનસન (૪૪ ટકા), દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ મૂન જે ઈન (૩૭ ટકા), સ્પેનિશ સ્પેન પેડ્રો સાંચેજ (૩૬ ટકા), બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનેરો (૩૫ ટકા) ફ્રાન્સીસ રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોન (૩૫ ટકા) અને જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા (૨૯ ટકા) છે.

ભારતમાં ૨,૧૨૬ પુખ્ત વયના સેમ્પલ સાઈઝની સાથે મોર્નિંગ કન્સલ્ટ ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ ટ્રેકરે પીએમ મોદી માટે ૬૬ ટકા અપ્રૂવલ દર્શાવ્યુ છે.  જયારે ૨૮ ટકાએ અસ્વીકૃત દર્શાવ્યા છે.  આ ટ્રેકરને છેલ્લી વાર ૧૭ જૂને અપડેટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દરેક દેશના અલગ અલગ સેમ્પલ સાઈઝ છે.

(10:54 am IST)