Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

૧ વર્ષમાં ડિમેટ ખાતા ૪૯ લાખ વધ્યા

લોકડાઉનમાં ઘણા લોકોને લાગ્યો શેર બજારનો ચસ્કોઃ ડિમેટ એકાઉન્ટની સંખ્યામાં તગડો વધારો

ભારતના વધુને વધુ લોકો શેરબજારમાં રોકાણ કરવા માટે સક્રિય થઈ રહ્યા હોવાનો મળી રહેલો નિર્દેશ

નવી દિલ્હી, તા.૧૮: કોરોનાને કારણે ઘરની ચાર દિવાલોમાં પૂરાઈ રહેવાની ફરજ પડતાં સંખ્યાં બંધ લોકો શેરબજારમાં ઓનલાઈન ટ્રેડિંગ કરવામાં પડી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ ંછે. છેલ્લા એક વર્ષમાં જ ડિમેટ એકાઉન્ટ ધારકોની સંખ્યા ૩.૫૯ કરોડથી વધીને ૪.૦૮ કરોડ થઈ ગયા છે. આમ ડિમેટ એકાઉન્ટમાં ૪૯ લાખનો વધારો જોવા મળ્યો છે.

મળતી માહિતી મુજબ ડિમેટ એકાઉન્ટની સંખ્યા ૪૯ લાખ વધીને ૪.૦૮ કરોડની થઈ ગઈ છે. તેની આગળના વર્ષમાં ૪૦ લાખ નવા ડિમેટ એકાઉન્ટ વધ્યા હતા. આ વધારો અંદાજે ૨૨ ટકાનો છે.

સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડના ડેટા પરથી આ હકીકત ફલિત થઈ રહી છે. ૩૧મી માર્ચ ૨૦૧૯ થી ૩૧મી માર્ચ ૨૦૨૦ વચ્ચે આ વધારો થયો છે. ત્યારબાદ પણ ડીમેટ એકાઉન્ટની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

શેરબજારમાં શેેર્સમાં કે બોન્ડમાં રોકાણ કરવા માટે ડિપોઝિટરીમાં ડિમેટ એકાઉન્ટ ખોૌલાવવું પડે છે. સિકયોરિટીજ હવે ડિમેટ એકાઉન્ટમાં જમા આપવામાં આવે છે.

જોકે ૨૦૨૦ના સાલમાં માર્કેટ ખાસ્સું તૂટયું હતું. બેન્ચમાર્ક સેન્સેકસમાં ૨૩.૮ ટકાનો અને નિફ્ટીમાં ૨૮.૦૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેને પરિણામે બજારમાં રોકાણ કરવાની નવી તક મળી છે. તેથી નવા ઇન્વેસ્ટર્સને આકર્ષક ભાવે બજારમાં રોકાણ કરવાની તક પણ મળી હતી. તેથી નવા ડીમેટ એકાઉન્ટ ખોલાવનારાઓની સંખ્યામાં દર મહિને સતત વધારો જ જોવા મળ્યો છે.

કોરોનાના કાળમાં લોકોએ ઘરે બેસી રહેવાની નોબત આવી હોવાથી નવી આવક ઊભી કરવા માટે પણ ઘણાં લોકોએ શેરબજારમાં એન્ટ્રી લીધી હોવાનું માનવામાં આવે છે. બજારમાં કરેકશન આવતા તદ્દન નવા જ રોકાણકારોએ બજારમાં એન્ટ્રી લીધી હોવાનું જોવા મળી રહ્યું છે. પરિણામે શેર્સની રિટેઈલ ખરીદીમાં નવું જંગી રોકાણ આવી રહ્યું છે.

સારી કવોલિટીના શેર્સમાં રોકાણ કરનારાઓની સંખ્યા પણ વધી જ છે. કવોલિટી સ્ટોકમાં કરવામાં આવેલું નવું રોકાણ બજાર માટે તન્દુરર્સ નિર્દેશ આપી રહ્યો છે.  બજારમાં સારી શાખ ધરાવતી કંપનીઓના શેર્સમાં રોકાણ વધી રહ્યું છે. હવે શેર્સની સલામતી અને પૈસાની સલામતીને પ્રાધાન્ય આપતા થઈ ગયા છે.

લોકડાઉનના સમયગાલામાં ઇન્વેસ્ટ કરનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. કોરોનાને કારણે લોકેને વર્ક ફ્રોમ હોમ કરવું પડયુ ંતેથી તેમણે કામની સાથે સાથે શેરબજારના કામ પણ ઓનલાઈન કરવા માંડયા હતા.

બેન્ક દ્વારા આપવામાં આવતા વ્યાજના દર તળિયે આવી ગયા છે. તેમ જ પોસ્ટ ઓફિસના વ્યાજના દર કેન્દ્ર સરકારે ઘણાં જ નીચે ઉતારી દેવાની જાહેરાત કરી દીધી હતી, પરંતુ પશ્ચિમ બંગાલની ચૂંટણીને ધ્યાનમાં લઈને આ વ્યાજદર ઘટાડો પાછો ખેંચી લેવાની ફરજ પડી હતી.

જૂન પછી કદાસ કેન્દ્ર સરકાર વ્યાજના દર ઓછા કરી શકે તેવી સંભાવના છે. પોસ્ટની બચત યોજનાના પણ વ્યાજદર ઘટી જાય તો અત્યારે સરકારનો સમર્થન આપનારાઓ પણ સરકાર વિરોધી થઈ જાય તેવી દહેશત સેવવામાં આવી રહી છે.

(10:15 am IST)