Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

પથ્થરમારાનો સામનો કરવા માથે પ્લાસ્ટિક સ્ટૂલ અને વાંસની ટોપલીનું કવચ ધારણ કર્યું પોલીસ કર્મીઓએ

તસવીરો વાયરલ થતાં પોલીસ દળના વડાએ કર્મચારીઓને બરતરફ કર્યા

લખનઉઃ ઉત્ત્।ર પ્રદેશના ઉન્નાવમાં એક રોડ અકસ્માત બાદ સ્થિતિ ગંભીર બનતાં પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. પરંતુ ટોળા દ્વારા થયેલા પથ્થરમારાનો સામનો કરવા માટે પોલીસે જે હાથમાં આવ્યું એ રક્ષા કવચ તરીકે ઉઠાવી લીધુ, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

ઉન્નાવમાં એક અકસ્માત દરમિયાન બે યુવકોનો મોત થતાં તેમના પરિવારજનો અને સ્થાનિક લોકો ભારે રોષે ભરાતાં રોડ પર ઉતરી આવ્યા અને પ્રદર્શન કરી રહ્યા હતા. પોલીસ જયારે સ્થિતિ સંભાળવા પહોંચી ત્યારે ભીડે પોલીસ પર પથ્થરમારો કરવાનું શરુ કર્યું હતું. જેનાથી બચવા માટે પોલીસ કર્મચારીઓએ પ્લાસ્ટિક સ્ટૂલ અને વાંસની ટોપલી માથે મૂકી દીધી હતી. જેની તસવીરો વાયરલ થતાં વિપક્ષે વાંધો ઉઠાવ્યો જે પછી એ પોલીસ કર્મચારીઓ સામે એકશન લેવાના આદેશ આપવામાં આવ્યા હતા.

ઉન્નાવના પોલીસ દળના આઇજીએ આ દ્યટના સામે ભારે રોષ પ્રગટ કર્યો હતો. તેમણે આ દ્યટનાને સ્થાનિક પોલીસની શિથિલતા, અક્ષમતા અને વ્યવસાય પ્રત્યે બેજવાબદારી ભર્યું કૃત્ય ગણાવ્યું હતું. આ દ્યટનાના સામે આવતાં લખનઉ આઇજીએ પોલીસ દળના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતાં.

જોકે પથ્થરમારો કરનારા લોકો પૈકી ૪૩ જણાંની પોલીસ ધરપકડ કરી ચૂકી છે અને તેમની વિરુદ્ઘ સખત કાર્યવાહી કરી રહી છે.

(10:21 am IST)