Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ગાઝિયાબાદ પોલીસે ટ્વીટર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ માહેશ્વરીને નોટિસ ફટકારી

વૃદ્ધની પીટાઈ મામલામાં કેટલાક લોકોએ ટ્વીટરનો ઉપયોગ કરી સમાજમાં નફરત ફેલાવવાનું કામ કર્યું છતાં એક્શન કેમ ના લીધા ?

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે ટ્વીટર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ માહેશ્વરીને એક નોટિસ મોકલી છે. આ નોટિસ લોની બોર્ડ પોલીસ સ્ટેશન એસએચઓએ રજૂ કરી છે. પોલીસનું કહેવું છે કે એક વૃદ્ધની પીટાઈ મામલામાં કેટલાક લોકોએ ટ્વીટરનો ઉપયોગ કરીને સમાજમાં નફરત ફેલાવવાનું કામ કર્યું હતું. આમ છતાં ટ્વીટરે તેમના ઉપર કોઈ એક્શન ન લીધું.

નોટિસ સીઆરપીસીની કલમ 160 અંતર્ગત મોકલવામાં આવી છે. ટ્વીટર ઇન્ડિયાના એમડીથી કહ્યું કે તેમને લોની બોર્ડરના પોલીસ સ્ટેશન આવવું પડશે અને નિવેદન નોંધાવવાનું રહેશે. છેલ્લા બે દિવસ પહેલા ગાઝિયાબાદની લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં ટ્વીટ ઇંક અને ટ્વિટર કમ્યુનિકેશન સામે રિપોર્ટ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, ગાઝિયાબાદના લોની વિસ્તારમાં વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિની પીટાઈ મામલામાં પોલીસે ટ્વીટર સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. એફઆઈઆર મામલામાં સાંપ્રદાયિક રંગ આપ્યાનો આરોપ છે. ટ્વીટર ઉપર આરોપ છે કે આ પ્રકારના વીડિયો ઉપર કોઈ જ એક્સન ન લીધો.

પોલીસે આ મામલામાં ટ્વીટર ઉપર મોહમ્મદ ઝુબેર, રાના અય્યુબ, ધ વાયર, સલમાન નિઝામી, મસકુર ઉસ્માની, સમા મોહમ્મદ, સબા નકવી, ટ્વીટર કોમ્યુનિકેશન ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સામે ફરિયાદ નોંધાવી હતી. ગાઝિયાબાદ પોલીસનું કહેવું છે કે પોલીસ દ્વારા આ મામલો સંપૂર્ણ પણે સ્પષ્ટ કરવા છતાં ટ્વીટર અને ખોટી ટ્વીટ્સને હટાવવા સામે કોઈ પગલાં ઉઠાવ્યા ન હતા.

પોલીસની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ લોકોને ટ્વીટર ઉપર ઘટનાની સત્યતાને તપાસ્યા વગર જ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપ્યો અને આ દ્વારા શાંતિની અસ્ત વ્યસ્ત કરવા અને ધાર્મિક સમૂહમાં વિભાજનના ઉદેશ્યથી સંદેશ પ્રચારિત કરવા લાગ્યા.

ગાઝિયાબાદ પોલીસે કહ્યુંકે ઘટના પીડિત અને શરારતી તત્વો વચ્ચે વ્યક્તિગત વિવાદના કારણે થઈ છે. પોલીસે જણાવ્યું કે શરારતી તત્વોમાં હિન્દુ અને મુસ્લિમ બંને જ સાંપ્રદાયના લોકો સામે છે. પરંતુ આરોપીઓએ ઘટનાને એ પ્રકારે રજૂ કરીને ધાર્મિક સમૂહો વચ્ચે તણાવ પૈદા થાય.

(11:17 am IST)