Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

નતાશા- દેવાંગના- આસિફને ૧ વર્ષ પછી જામીન પર છૂટયા

કોર્ટે માન્યું કે વિરોધ વ્યકત કરવો આતંકી ગતિવીધી નથી

નવીદિલ્હીઃ નતાશા નરવાલ, દેવાંગના કલિતા અને આસિફ ઈકબાલ તન્હા જેલમાંથી બહાર આવી ગયા છે. ૧૫ જૂને દિલ્હી હાઈકોર્ટે તેમને જમાનત આપી હતી પરંતુ તેમને છોડવામાં આવ્યા નહતા. દિલ્હી પોલીસે એડ્રેસના વેરિફિકેશનને લઈને સમય માંગ્યો હતો. હવે ત્રણેયની રિહાઇ થઈ ચૂકી છે.

તન્હા જામિયા મિલ્લિયા ઈસ્લામિયાથી સ્નાતકની છાત્ર છે. તેની મે ૨૦૨૦માં યૂએપીએ હેઠળ દિલ્હી હિંસા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે સતત કસ્ટડીમાં હતી. નરવાલ અને કલિતા જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયમાં પીએચડી સ્કોલર છે, જે પિંજડા તોડ આંદોલન સાથે જોડાયેલ છે. તેઓ મે ૨૦૨૦થી જેલમાં છે.

આ કેસ દિલ્હી પોલીસ તરફથી તે કથિત ષડયંત્રના તપાસ સાથે સંબંધિત છે, જેના કારણે ફેબ્રુઆરી ૨૦૨૦માં દિલ્હીમાં ભયાનક હિંસા ભડકી ઉઠી હતી. પોલીસ અનુસાર ત્રણેય આરોપીઓએ અભૂતપૂર્વ રીતે અન્ય આરોપીઓ સાથે મળીને એવું વ્યવધાન ઉભુ કરવાનું ષડયંત્ર રચ્યું, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકાય.

પોતાના નિર્ણયમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, અમે તે કહેવા માટે વિવશ છીએ કે એવું દેખાય છે કે અસંતોષને દબાવવાની પોતાની ચિંતામાં અને તે ડરમાં કે કયાંક મામલો હાથમાંથી નિકળી શકે છે, સ્ટેટે બંધારણીય રીતે અધિકૃત વિરોધનો અધિકાર અને આતંકવાદી ગતિવિધિઓ વચ્ચેની રેખાને ધૂંધળી (અસ્પષ્ટ) કરી નાંખી છે. જો આવી રીતની અસ્પષ્ટતા વધતી ગઈ તો લોકતંત્ર ખતરામાં પડી જશે.

અદાલતે કહ્યું હતુ કે, આવી રીતના આરોપ કોઈપણ આધાર વગર યૂએપીએ જેવા કાયદાની મંશા અને ઉદ્દેશ્યને નબળો કરે છે.

અમારી નજરમાં ચાર્જશીટમાં નોંધાયેલા આરોપોને વાંચતા કોઈ વિશિષ્ટ, તથ્યપૂર્ણ આક્ષેપો દેખાતા નથી. એવામાં UAPAની સેકશન ૧૫, ૧૭ અથવા ૧૮ જેવી અત્યંત ગંભીર ધારાઓ અને દંડાત્મક જોગવાઇઓને લોકો પર લગાવવી, એક એવા કાયદાના હેતુને કમજોર કરી દેશે, જે આપણા દેશના અસ્તિત્વ પર આવનારા ખતરાઓને પહોંચીવળવા માટે બનાવ્યો છે.

(12:58 pm IST)