Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

દુનિયાભરના કોમ્પ્યુટરો હેક કરનાર મૂળ રશિયા અને ઇસ્ટોનિયાના હેકરોને અમેરિકામાં જેલ સજા

બંનેએ હેકર્સ માટે ખાસ સર્વિસ વિકસાવી હતી : ૨૦૧૩થી ૨૦૧૭માં બે લાખ કમ્પ્યુટર્સમાં વાયરસ ઘૂસાડ્યો હતો

વોશિંગ્ટન, તા.૧૭ : અમેરિકાની હાર્ટફોર્ડ જિલ્લા કોર્ટે મૂળ ઇસ્ટોનિયાના બકે નાગરિકોને સાઇબર ક્રાઇમ અંતર્ગત સજા ફટકારી છે. બંનેએ મળીને દુનિયાભરની કોમ્પ્યુટર સિસ્ટમમમાં રેન્સમવેર ઘૂસાડ્યો હતો.

મૂળ રશિયન નાગરિક ૪૧ વર્ષનો ઓલેગ કોશકીન યુરોપિયન દેશ ઈસ્ટોનિયામાં રહેતો હતો. થાઈલેન્ડ મૂળનો ૩૩ વર્ષીય પાવેન સુર્કન પણ ઈસ્ટોનિયામાં રહેતો હતો.

બંનેએ મળીને હેકર્સ માટે ક્રિપ્ટફોરયુ નામની એક સર્વિસ વિકસાવી હતી. ઓનલાઈન ઈન્ક્રિપ્શન સર્વિસનો ઉપયોગ કરીને હેકર્સ દુનિયાભરની કમ્પ્યુટર સિસ્ટમમાં રેન્સમવેર ઘૂસાડતા હતા.

બંનેએ મળીને બે લાખ કમ્પ્યુટર્સ હેકિંગમાં મદદ કરી હતી અથવા તો હેક કર્યા હતા. આ બંને પર ર૦૧૮માં એફબીઆઈએ તપાસ શરૂ કરી હતી, કારણ કે અમેરિકામાં અસંખ્ય કમ્પ્યુટર્સમાં રેન્સમવેર ઘૂસ્યો તેની પાછળ આ બંનેની સંડોવણી ખૂલી હતી.

(1:15 pm IST)