Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

વિશ્વનો ત્રીજો સૌથી મોટો હીરો

નવી દિલ્હી, તા.૧૮: દક્ષીણ આફ્રિકાના દેશ બોત્સવાનામાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો હીરો મળ્યો છે. ખોદકામ દરમિયાન દેબસ્વાના કંપનીને હીરો મળેલ. કંપનીએ જણાવેલ કે આ હીરો ૧૦૯૮ કેરેટનો છે અને તે ૭૩ મીમી લાંબો ને પ૨ મીમી પહોળો છે. જેને દેશના રાષ્ટ્રપતિ મસીસીનો બતાવવામાં આવેલ કંપનીના મુખ્ય ડાયરેકટર આર્મસ્ટ્રોંગે જણાવેલ કે ગુણવતાના આધારે આ વિશ્વનો ત્રીજો સૌથી મોટો હીરો છે. આ દુર્લભ અને અસાધારણ પત્થર હીરા ઉદ્યોગ અને બોત્સવાના માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. હાલ તેને નામ અપાયુ નથી. કોરોનામાં સંકટ સામે ઝઝુમી રહેલ સરકારને આ હીરાની ખોજથી મોટી રાહત મળી છે. જેના દ્વારા સરકારને મોટી રકમ મળવાની સંભાવના છે. વિશ્વનો સૌથી મોટો હીરો કુલીનૈન પણ ૧૯૦૫માં દક્ષીણ આફ્રિકામાંથી જ મળેલ જયારે ૨૦૧૫માં બોત્સવાનામાંથી જ વિશ્વનો બીજો સૌથી મોટો હીરો લેસેડીલા રોના મળ્યો હતો, જે ટેનીસ બોલ જેવડા આકારનો અને ૧૧૦૯ કેરેટનો હતો.

(3:12 pm IST)