Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

૪ મહિના પછી યુકેમાં કોવિડ કેસમાં વધારોઃ એક જ દિવસમાં ૧૧ હજાર કેસ નોંધાયા !

યુકે, તા. ૧૮ :. લગભગ ૪ મહિનાના લાંબા સમય બાદ કોરોના કેસમાં એકદમ વધારો આવ્યો છે. યુકેમાં એક જ દિવસમાં ૧૧ હજાર કેસો નોંધાતા સૌના ભંવા ચડી ગયા છે. ૨૪ કલાકમાં બીજા ૨ હજાર કેસો પણ નોંધાયા છે. આ અગાઉનો હાઈએસ્ટ આંકડો ફેબ્રુઆરી ૧૯માં આવ્યો હતો જ્યારે ૧૨૦૨૭ કેસ નોંધાયા હતા. એક અઠવાડીયામાં મૃત્યુઆંક પણ લગભગ ડબલ થઈ ગયો છે. આજે વધુ ૧૯ મૃત્યુ નોંધાયા છે. ગયા ગુરૂવારે મૃત્યુઆંક ૭ હતો. ડેલ્ટા વેરીયન્ટના ઝડપી પ્રક્રિયા બાદ આ ઉછાળો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડેલ્ટા વેરીયન્ટ સૌ પહેલા ભારતમાં જોવા મળ્યો હતો. લંડનની ઈમ્પીરીયલ કોલેજના રીસર્ચ મુજબ ૧૮થી ૨૪ વર્ષના યુવાનો અને વૃદ્ધો કરતા ૫ વર્ષથી ૧૨ વર્ષની ઉંમરના બાળકોમાં આ ઈન્ફેકશન વધુ દેખાયુ હતું. ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો કરતા બાળકોમાં પાંચગણુ વધુ આ પ્રમાણ જોવા મળ્યુ છે. આખા દેશમાં કોરોના કેસ ફરી વધ્યા છે. અભ્યાસ મુજબ મે ૩ અને જૂન ૭ વચ્ચે ૫૦ ટકા ઈન્ફેકશન વધુ નોંધાયુ હતું. ઈમ્પીરીયલ કોલેજના તજજ્ઞોના કહેવા મુજબ આલ્ફા (કેન્ટ વેરીયન્ટ) છેલ્લા થોડા અઠવાડીયાઓમાં વકર્યો હતો.

(4:10 pm IST)