Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના પ્રથમ દિવસ રમત વરસાદને કારણે રદ કરાઈ

વરસાદના કારણે ટોસ પણ ઉછળી શક્યું નહતું: આતુરતા પૂર્વક રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિકો નિરાશ

મુંબઈ : ઈંગ્લેન્ડના સાઉથેમ્પટનમાં વરસી રહેલા સતત વરસાદના કારણે પ્રથમ દિવસની રમત બીસીસીઆઈએ રદ્દ કરી દીધી છે. વરસાદના કારણે ટોસ પણ ઉછળી શક્યું નહતું અને પહેલા સેશનની રમત વરસાદે ધોઈ નાંખી છે. જે રીતે આખો દિવસ વરસાદની આગાહી છે તે જોતા તો બાકીના સેશનમાં પણ રમત શક્ય બને તેવુ લાગી રહ્યુ નથી.

ક્રિકેટ રસિકોને આ મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા. ભારતના કરોડો ચાહકો આ મુકાબલાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે એવુ લાગે છે કે, વરસાદ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં વિલન બની શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના બીજા, ત્રીજા અને પાંચમાં દિવસે પણ વરસાદ પડે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માત્ર ચોથા દિવસે વરસાદ નહીં પડે તેવી આગાહી છે. રસપ્રદ વાત એ છે કે, ટેસ્ટ મેચ પૂરી થયા પછીના એક સપ્તાહ માટે આકાશ ચોખ્ખુ રહેવાનુ અનુમાન છે.

  અત્રે ઉલ્લેખનિય છે કે, મેચને લઈને આઈસીસી જાહેરાત કરી ચુકી છે કે જો મેચ ડ્રો કે ટાઈ થશે તો બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે. આ સંજોગોમાં જો વરસાદની આગાહી સાચી પડે અને મેચ ડ્રો થાય તો બંને ટીમો વિજેતા જાહેર થાય તેવી શક્યતાઓ પણ વધી જાય છે.

(9:00 pm IST)