Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અમિતભાઈ શાહની મોટી જાહેરાત: 4 વર્ષ બાદ નિવૃત થનારા અગ્નિવીરોને સેન્ટ્રલ ફોર્સમાં અપાશે પ્રાધાન્ય

અગ્નિપથ યોજના અંતર્ગત સેનાની ત્રણેય પાંખમાં સેવા આપ્યા બાદ અગ્નિવીરો માટે આગળનો રસ્તો બંધ નહીં થાય

નવી દિલ્હી :અગ્નિપથ યોજનાને લઈને યુવાનોમાં ભ્રમની સ્થિતિ છે. આ યોજનાનો વિરોધ કરવા માટે દેશના કેટલાય શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે આવા સમયે દેશના ગૃહમંત્રી અમિતભાઈ  શાહે સ્પષ્ટ કર્યું છે. અગ્નિપથ યોજના અંતર્ગત સેનાની ત્રણેય પાંખમાં સેવા આપ્યા બાદ અગ્નિવીરો માટે આગળનો રસ્તો બંધ નહીં થાય. અમિત શાહે કહ્યું કે, ગૃહમંત્રાલયે નિર્ણય કર્યો છે કે, અગ્નિવીર યોજનામાં ચાર વર્ષ પુરા કરનારા અગ્નિવીરોનો કેન્દ્રીય દળોમાં અને અસમ રાઈફલ્સમાં ભરતી અંતર્ગત પ્રાથમિકતા આપવામાં આવશે.

ગૃહમંત્રી અમિતભાઈ  શાહે ટ્વિટ કરીને કહ્યું કે, ગૃહમંત્રાલયના આ નિર્ણયથી અગ્નિપથ યોજનાથી ટ્રેનિંગ લીધેલા યુવાઓને આગળ પણ દેશની સેવામાં પોતાનું યોગદાન આપી શકશે. તેમણે કહ્યું કે, આ નિર્ણય પર વિસ્તૃત યોજના બનાવા પર કામ શરૂ થઈ ગયું છે.

 

ગૃહમંત્રાલયે આ નિર્ણય અત્યંત મહત્વનો ગણાવ્યો છે. કારણ કે, સેનામાં 4 વર્ષની સેવા આપ્યા બાદ અગ્નિવીરો માટે કેન્દ્રીય ફોર્સમાં અને આસામ રાઈફલ્સમાં ભરતીના દરવાજા ખોલાશે. સાથે જ આ નિર્ણયથી કેન્દ્ર ફોર્સ જેમ કે, સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફ, આટીબીપી, એસએસબી અને આસામ રાઈફ્લસ માં લગભગ 73, 000 ખાલી જગ્યા ભરવામાં મદદ મળશે. તો વળી કેન્દ્રીય ફોર્સ અને આસામ રાઈફલ્સને ટ્રેનિંગ આપેલા યુવાનોની સેવા મળી શકશે. જે પહેલાથી જ ટ્રેનિંગ લઈ ચુક્યા છે. 

16 માર્ચના રોજ રાજ્યસભામાં એક લેખિતમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે, કેન્દ્રીય ફોર્સ અને અસમ રાઈફલ્સમાં કુલ 73,219 પદ ખાલી છે. જેમાં ગેજેટેડ અધિકારીઓ 1960, સર્બોર્ડિનેટ અધિકારીઓના 23,129 અને અન્ય રેંકના 48, 121 પદ ખાલી પડ્યા છે. લેખિત જવાબમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 2017થી 2021ની વચ્ચે લગભગ એક લાખ કર્મચારીઓની ભરતી કેન્દ્રીય ફોર્સમાં કરવામાં આવી. 

(9:56 pm IST)