Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

‘અગ્નિપથ’ની આગમાં બિહાર - બંગાળ બાદ હવે દિલ્હી - NCR માં હલ્લાબોલ : ૨ના મોત : ૮ને ઇજા

બિહારના અલગ-અલગ શહેરોમાં આગચંપી - પથ્થરમારો - તોડફોડ - હિંસા : ૩૫ ટ્રેનો રદ્દ : યમુના ઍક્સપ્રેસ-વે બંધ : યુપી - બિહારમાં સૌથી વધુ અસર : ગુરૂગ્રામમાં ૧૪૪ લાગુ : દિલ્હીમાં બસો સળગાવાઇ

નવી દિલ્હી તા. ૧૭ : સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથ વિરૂદ્ઘ ચાલી રહેલું આંદોલન ઘાતક સાબિત થઈ રહ્નાં છે. મોટી સંખ્યામાં યુવાનો તેલંગાણાના સિકંદરાબાદના રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા અને અગ્નિપથનો વિરોધ કરી રહ્ના હતા. 


આ દરમિયાન કેટલાક બદમાશોઍ ટ્રેનમાં આગ ચાંપી હતી અને ભારે તોડફોડ કરી હતી. તેઓઍ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો અને સુરક્ષા દળોઍ તેમને કાબૂમાં લેવા માટે ગોળીબાર કરવો પડ્યો. પોલીસ ગોળીબારમાં ઍક યુવકનું મોત નીપજયું હોવાના અહેવાલ છે, જયારે ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમજ બિહારમાં ઍકનું મોત થયું છે. ઘાયલોને સિકંદરાબાદની ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સેંકડો યુવાનો આવી પહોંચ્યા હતા અને તેલંગાણા શહેરના મુખ્ય રેલવે સ્ટેશન પર તોડફોડ કરી હતી. ઍક ટ્રેનને પણ આગ ચાંપવામાં આવી હતી. 


ઍક વરિષ્ઠ પોલીસ અધિકારીઍ કહ્નાં, ‘ગરબડને કારણે GRPને  ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ પહેલા લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, પરંતુ તે પછી પણ ગુસ્સે થયેલા ­દર્શનકારીઓઍ સાંભળ્યું ન હતું અને તોડફોડ અને આગચંપી કરવાનું ચાલુ રાખ્યું હતું. જેના કારણે ફાયરિંગનો નિર્ણય લેવો પડ્યો હતો. 


કહેવામાં આવી રહ્નાં છે કે GRP દ્વારા બદમાશોને કાબૂમાં લેવા માટે ૧૫ રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી. તે જ સમયે, બદમાશો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં બે સૈનિકો પણ ઘાયલ થયા હતા. રેલ્વે ડીજી સંદીપ શાંડિલ્ય અને અન્ય વરિષ્ઠ અધિકારીઅો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્ના છે. દેખાવકારોઍ ટ્રેનની કેટલીક બોગીઅોને આગ ચાંપી દીધી હતી અને રેલવે સ્ટેશનની મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. ઍટલું જ નહીં રેલવે સ્ટેશનની બહાર પાર્ક કરેલી બસોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. ખલેલ ઍટલી વધી ગઈ કે રેલવે ­શાસને તમામ ટ્રેનોને સ્ટેશનમાં ­વેશતી અટકાવી દીધી. 


પોલીસનું કહેવું છે કે સેંકડો ­દર્શનકારીઓ અચાનક રેલ્વે સ્ટેશનમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી. સ્ટેશન પરના સ્ટોલ પણ તોડી પાડવામાં આવ્યા હતા. તેઅોના હાથમાં લાકડીઓ હતી. આ ઉપરાંત પથ્થરમારો પણ થયો હતો.

(12:00 am IST)