Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

આધાર કાર્ડને મતદાર યાદી સાથે જોડવાનું નોટીફીકેશન જારીઃ યુવાનોને નામ નોંધાવવા વર્ષમાં ૪ તક

નવી દિલ્‍હી, તા.૧૮: કેન્‍દ્ર સરકારે મતદાર યાદી સાથે આધાર લિંક કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્‍યું છે. સરકારે શુક્રવારે આ અંગે ચાર નોટિફિકેશન બહાર પાડ્‍યા હતા. આ અંતર્ગત, મતદાર યાદી સાથે આધાર લિંક કરવા ઉપરાંત, સેવા મતદારો માટે મતદાર યાદીને લિંગ-ફેર બનાવવા, યુવા મતદારોને વર્ષમાં એકને બદલે ચાર વખત મતદાર યાદીમાં નામ નોંધાવવાની તક મળશે.

ઉપરાંત, પંચ હવે ચૂંટણી સંબંધિત સામગ્રીના સંગ્રહ માટે અને સુરક્ષા દળો અને ચૂંટણી કર્મચારીઓ માટે કોઈપણ બિલ્‍ડિંગની માંગ કરી શકે છે. આ જાહેરનામું સંસદ દ્વારા પસાર કરાયેલ ચૂંટણી સુધારણા અધિનિયમ ૨૦૨૧ હેઠળ બહાર પાડવામાં આવ્‍યું છે.

કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ટ્‍વિટર પર લખ્‍યું, ૅચૂંટણી પંચ સાથે ચર્ચા કર્યા પછી, આ સંદર્ભે ચાર સૂચનાઓ જારી કરવામાં આવી છે. કેન્‍દ્રીય મંત્રીએ એક ચાર્ટ પણ શેર કર્યો છે, જે જણાવે છે કે આનાથી એક જ વ્‍યક્‍તિને એકથી વધુ જગ્‍યાએ મતદાર યાદીમાં નામ નોંધાવવાથી રોકી શકાશે. રિજિજુએ કહ્યું કે હવે જે યુવક ૧લી જાન્‍યુઆરી અથવા ૧લી એપ્રિલ અથવા ૧લી જુલાઈ અથવા ૧લી ઓક્‍ટોબરે ૧૮ વર્ષ પૂર્ણ કરશે તે તરત જ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અરજી કરી શકે છે.

(11:13 am IST)