Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ચેરાપુંજીમાં એક જ દિવસમાં ૯૭૨ મિ.મી. વરસાદ પડયો

૩૯ ઇંચ ખાબક્‍યો

ચેરાપુંજી,તા.૧૮: ભારતમાં દર વર્ષે સૌથી વધારે વરસાદ ઈશાન ભારતના મેઘાલય રાજયમાં પહાડો પર વસેલા નગર ચેરાપુંજીમાં પડતો હોય છે. આજે સવારે ૮.૩૦ વાગ્‍યે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન અહીં ૯૭૨ મિ.મી. વરસાદ પડ્‍યો હતો. હજી બે દિવસ પહેલાં જ રોજ ૮૧૧ મિ.મી. વરસાદ પડ્‍યો હતો. આ વરસાદ ૧૯૯૫ની સાલ કરતાં સૌથી વધારે છે અને છેલ્લા ૧૨૨ વર્ષમાં ત્રીજા નંબરનો સૌથી વધારે છે.

વરસાદને કારણે દુનિયામાં સૌથી વધારે ભીના રહેતા સ્‍થળોમાંનું એક ચેરાપુંજી છે. આજે સવાર સુધીમાં આ પહાડી નગરમાં આ મહિનાનો કુલ વરસાદ ૪૦૮૧.૩ મિ.મી. નોંધાયો છે.

(12:29 pm IST)