Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં જ રહેશે : CBI સ્પેશિયલ કોર્ટે જામીન અરજી ફગાવી : 30 મેના રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી

ન્યુદિલ્હી : CBIની વિશેષ અદાલતે દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી દીધી છે. જૈનની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 30 મેના રોજ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ ધરપકડ કરી હતી. ઇડીએ અગાઉ જૈન અને તેમના નિયંત્રણ હેઠળની કંપનીઓની રૂ. 4.81 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:39 pm IST)