Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

કાબુલમાં ગુરુદ્વારા પર આતંકી હુમલો : ગોળીબારમાં ૨ના મોત

પ્રવેશદ્વાર પાસે બોમ્‍બ વિસ્‍ફોટ કર્યા બાદ કબ્‍જો કર્યો : ૮ લોકો હજુ પણ ફસાયા

કાબુલ તા. ૧૮ : કાબુલમાં ગુરુદ્વારા પર આતંકવાદી હુમલો લાઈવ આતંકવાદીઓએ પ્રવેશદ્વાર પાસે બોમ્‍બ વિસ્‍ફોટ કર્યો અને પછી બિલ્‍ડિંગમાં ઘૂસી ગયા. ગુરુદ્વારામાંથી સતત ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે. આ હુમલામાં ગાર્ડનું મોત થયું છે જયારે ૮ લોકો અંદર ફસાયેલા છે.
આતંકવાદીઓએ ત્‍યાં બે બોમ્‍બ વિસ્‍ફોટ કર્યા છે અને ત્‍યારબાદ લોકોને બંધક બનાવ્‍યા છે. આતંકના સ્‍થળે ગોળીબાર કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્‍યું કે આતંકવાદીઓએ પ્રવેશદ્વાર પાસે બોમ્‍બ વિસ્‍ફોટ કર્યો અને પછી બિલ્‍ડિંગમાં ઘૂસી ગયા. આ હુમલામાં બેના મોત થયા છે જયારે ૮ લોકો હજુ પણ ફસાયેલા છે.
મળતી માહિતી મુજબ, ગુરુદ્વારા પરિસરની અંદર બે વિસ્‍ફોટ થયા હતા અને ગુરુદ્વારા સાથે જોડાયેલ કેટલીક દુકાનોમાં આગ લાગી હતી. ઓછામાં ઓછા બે હુમલાખોરો ગુરુદ્વારા સંકુલની અંદર હોવાનું માનવામાં આવે છે અને તાલિબાન તેમને જીવતા પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કાબુલ હુમલા અંગે માહિતી આપતાં બીજેપી નેતાએ કહ્યું છે કે આતંકવાદીઓના ગોળીબારમાં ગાર્ડનું મોત થયું છે. તેમણે જણાવ્‍યું કે અત્‍યાર સુધીમાં ૩ લોકો ગુરુદ્વારા છોડીને ગયા છે, જેમાંથી ૨દ્ગચ હોસ્‍પિટલમાં મોકલવામાં આવ્‍યા છે. ગુરુદ્વારાના રક્ષકનું ગોળી વાગવાથી મોત થયું હતું. માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ ૭-૮ લોકો અંદર ફસાયેલા છે.
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કાબુલમાં થયેલા હુમલાને લઈને સરકાર પાસે મદદ માંગી છે. તેમણે ગુરુદ્વારા પરના કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરી અને ભારત સરકારને અફઘાનિસ્‍તાનમાં બાકી રહેલા શીખોને બહાર કાઢવા કહ્યું. કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા હુમલા બાદ ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન પણ સામે આવ્‍યું છે. મંત્રાલયે કહ્યું કે અમે પવિત્ર ગુરુદ્વારા પર હુમલા અંગેના અહેવાલોથી ખૂબ જ ચિંતિત છીએ અને સ્‍થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

 

(1:35 pm IST)