Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રોજિંદા સ્‍વાદિષ્ટ વાનગીઓનાં ટેસ્‍ટમાં વધારો કરવા વપરાતી આ ભાજીનો જ્‍યુસ બનાવી પીવાથી શરીરમાં રહેલ વધારાની ચરબી ફટાફટ ઓગળવા લાગશે

કોથમીરનુ રોજિંદા સેવન કરવાથી શરીરમાં ફાયબરનુ પ્રમાણ વધશે અને પાચન તંત્રમાં પણ સુધારો થશે જેનાથી વર્કઆઉટ કે વધુ પડતા હેલ્‍થિ ફુડ ખાયા વગર પણ ખાસો વજન ઉતારી શકાશે !

નવી દિલ્‍હી: હાલની ભાગ દોડ ભરી જિંદગીમાં લોકો પોતાના શરીરનુ ધ્‍યાન રાખી શક્‍તા નથી. જેના કારણે તેમના શરીરમાં વધારે પડતી ચરબી જમા થઈ જવાથી તેમનુ વજન વધી જાય છે. જે વધેલા વજનને લોકો ઉતારવા તો માંગે છે પરંતુ તેમની પાસે સમય નથી હોતો. ત્‍યારે હવે તમારે ગભરાવવાની જરૂર નથી. ફક્‍ત કોથમીરનાં જ્‍યુશથી તમે તમારૂ વજન મહદ અંશે ઉતારી શકો છે. કોથમીરમાં રહેલ ફાયબર તમારી પાચન તંત્રને મજબૂત બનાવે છે.

આજકાલ ભાગદોડવાળી લાઈફના કારણે લોકોને સૌથી મોટી સમસ્યા જાડાપણાની છે. જો તમે પણ તમારું વધતું વજન ઓછું કરવા માંગતા હોવ, પરંતુ તમારા આહાર પર નિયંત્રણ રાખવાનો મૂડ નથી તો તમને ઇચ્છિત પરિણામ મળતું નથી. પેટની ચરબી ઘટાડવામાં જેટલો રોલ ભારે વર્કઆઉટનો હોય છે એટલો જ રોલ તમારા ફૂડ હેબિટ્સનો પણ હોય છે. તેથી તમે વજન ઘટાડવા માટે એક ખાસ પ્રકારનું પીણું પી શકો છો, જે વજન ઘટાડવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે.

કોથમીરથી ઘટશે તમારા પેટની ચરબી

અમે વાત કરી રહ્યા છીએ કોથમીરના પાંદડા વિશે, જેના દ્વારા સ્વાદિષ્ટ વાનગીઓ સજાવવામાં આવે છે અને સાથે જ ભોજનનો સ્વાદ પણ વધે છે. પરંતુ તમે જાણો છો કે લીલી કોથમીર વધતા વજનને ઘટાડવામાં પણ મદદ કરે છે.

મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો મેદસ્વી લોકોને કોથમીર ખાવાની સલાહ આપે છે કારણ કે તે એક જડીબુટ્ટી છે, જે ચયાપચયને સુધારે છે અને પાચનમાં પણ સુધારો કરે છે. તેની અસર એ થશે કે શરીરની વધારાની ચરબી ઓગળવા લાગે છે.

કોથમીરના જ્યૂસથી ઘટાડો તમારું વજન

કોથમીરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, કોથમીરને ફાઈબરનો સમૃદ્ધ સ્ત્રોત તરીકે ઓળખાય છે, તેથી જ તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે અને પાચન તંત્રને સુધારે છે. જો પાચન યોગ્ય રીતે ન થાય તો પેટ અને કમરની આસપાસ ચરબી વધી જાય છે.

કોથમીરનું પાણી તૈયાર કરવું ખૂબ જ સરળ છે. તેના માટે કોથમીરના પાનને પાણીથી ભરેલા વાસણમાં આખી રાત પલાળી રાખો, પછી બીજા દિવસે સવારે ઉઠીને આ ડિટોક્સ પાણી પી લો. આ સિવાય તમે લીલી કોથમીરને પીસીને તેમાં લીંબુ નીચોવીને પણ પી શકો છો.

દાણા પણ ફાયદાકારક

જો તમે કોથમીરના બીજનો ઉપયોગ કરવા માંગો છો, તો સૂકા ધાણાને પાણીના વાસણમાં નાંખીને બરાબર ઉકાળો. આ પાણીને આખી રાત રહેવા દો અને પછી સવારે ઉઠીને પી લો.

(5:15 pm IST)