Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વોટસએપે પોતાનાં નવા અપડેટની જહેરાત કરી : વોટસએપનાં નવા અપડેટમાં લોકોની પ્રાઈવેસી વીશે ખાસ ધ્‍યાન આપવામાં આવ્‍યુ

વોટસએપ દ્વારા તેમના નવા અપડેટ વિશે ટ્‍વિટ કરી માહિતી આપવામાં આવી : વોટસએપમાં હવે ‘માય કોન્‍ટેક્‍ટ્‍સ એક્‍સેપ્‍ટ'નો પણ ઓપ્‍શન આપવામાં આવશે

નવી દિલ્‍હીઃ હાલ ઇન્‍ટરનેટની દુનીયામાં સૌથી વધારે વપરાતી એપ્‍લિશનોમાની એક વોટસએપ દ્વારા તેના નવા અપડેટ વિશે જહેરાત કરવામાં આવી છે. જેમા તેમનાં દ્વારા ટ્‍વિટનાં માધ્‍યમથી જણાવવામાં આવ્‍યુ હતુ કે, જેની લોકો આતુરત પુર્વક રાહ જોઈ રહ્‍યા હતા. તે હવે આવી ગયુ છે. જેમાં વોટસએપ સ્‍ટેટસ અને લાસ્‍ટસિનને કોણ જોઈ શકે તે માટે એવરીવન, માઈ કોન્‍ટેક્‍ટસ અને નોબડી આ ત્રણ ઓપ્‍શન હતા. જેમા હવે ‘માય કોન્‍ટેક્‍ટસ એક્‍સેપ્‍ટ'નો ઓપશન ઉમેરવામાં આવ્‍યો છે.

તમારી મમ્મી પાસેથી દાળ બનાવવાની વિધિ જાણતા હોવ અથવા પાર્ટીમાં જવા માટે તમારી બહેન સાથે કપડાંની ચર્ચા કરવા માંગતા હોવ, જે માધ્યમ દ્વારા આપણી દરેક નાની-મોટી વાત આપણા મિત્રો અને પરિવાર સુધી પહોંચે છે તે છે WhatsApp. વોટ્સએપ સમયાંતરે ઘણા નવા અને આકર્ષક અપડેટ્સ રિલીઝ કરતું રહે છે, જેથી યુઝર્સને નવા ફીચર્સ મળે છે અને બોરિંગ થતા નથી. તાજેતરમાં WhatsApp એ એક અપડેટ બહાર પાડ્યું છે. જેમાં મળનાર ફીચર્સ ઘણા લાંબા સમયથી યૂઝર્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

WhatsApp એ જાહેર કર્યું નવું અપડેટ

થોડાક સમય પહેલા વોટ્સએપે ટ્વીટરના માધ્યમથી પોતાના પ્લેટફોર્મ માટે એક નવા ફીચરની અપડેટની જાહેરાત કરી છે. વોટ્સએપે જણાવ્યું છે કે પોતાના યૂઝર્સની પ્રાઈવેસીનું ખાસ ધ્યાન રાખતા અમે એક નવું અપડેટ જાહેર કરી દીધું છે. આ અપડેટમાં મળનાર ફીચર્સ વોટ્સએપના પ્રાઈવેસી કંટ્રોલ સેટિંગ્સ સાથે જોડાયેલું છે. એક નવા અપડેટને એન્ડ્રોંઈડ અને iOS, બન્ને ઓપરેટિંગ સિસ્ટમના સ્માર્ટફોન્સ માટે જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ ફીચર્સનો યૂઝર્સ જોઈ રહ્યા હતા આતુરતાથી રાહ 

આવો જાણીએ કે આ નવા અપડેટમાં યૂઝર્સને કયા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ અપડેટ હેઠળ યૂઝર્સ હવે પસંદગી કરી શકશે કે તે પોતાનો પ્રોફાઈલ ફોટો, પોતાનું લાસ્ટ સીન અને પોતાનું સ્ટેટ્સ કોને દેખાડી શકે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વોટ્સએપ સ્ટેટ્સ અને લાસ્ટ સીનને કોણ જોઈ શકે છે, તેના કારણે યૂઝર્સની પાસે એવરીવન, માઈ કોન્ટેક્ટ્સ અને નોબડી આ ત્રણ ઓપ્શન્સ હતા.

હવે વોટ્સએપે 'માય કોન્ટેક્ટ્સ એક્સેપ્ટ' નો ઓપ્શન પણ જોડી દેવામાં આવ્યો છે. તેનાથી યૂઝર્સ પસંદગી કરી શકશે કે તેઓ કયા કોન્ટેક્સને પોતાનું લાસ્ટ સીન અને સ્ટેટ્સ અપડેટ દેખાડવા માંગતા નથી. આ સેટિંગ્સ વોટ્સએપે પ્રોફાઈલ ફોટો માટે પણ જાહેર કર્યું છે.

(5:15 pm IST)