Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સરકારની મુદ્રા સહાય યોજના હેઠળ રૂા.1 લાખના રોકાણથી સાબુ બનાવવાનો ધંધો શરૂ કરી શકાયઃ કેન્‍દ્ર સરકારની 80 ટકા લોન પણ મળી શકે

માંગ અને બજારને ધ્‍યાને રાખી અલગ અલગ ક્‍વોલિટીના સાબુ બનાવીને રોજગારીની સાથોસાથ નાણા મેળવી શકાય

નવી દિલ્‍હીઃ કેન્‍દ્ર સરકારની મુદ્રા યોજના હેઠળ નજીવા રોકાણથી સાબુની ફેક્‍ટરી બનાવી બિઝનેશ કરી શકાય છે. સાબુ બનાવવા યુનિટમાં 750 સ્‍કવેર ફુટ જગ્‍યાની જરૂર રહે છે. તેમાં તમામ પ્રકારના મશીનો સાથે 8 પ્રકારના ઉપકરણો લગાવવા પડે છે. જેમાં કુલ 1 લાખ ખર્ચ થાય છે. માંગ અને બજારને ધ્‍યાને લઇ અલગ કેટેગરીમાં સાબુનું ઉત્‍પાદન કરી શકાય છે.

જો તમે પણ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આજે અમે તમારા માટે એક જબરદસ્ત બિઝનેસ આઇડિયા આપવા લઈને આવ્યા છીએ. આ એક એવો બિઝનેસ છે જેની ડિમાન્ડ દરેક વર્ગના લોકોને રહે છે. આ બિઝનેસ છે સાબુ બનાવવાનો. સાબુ બનાવવાના બિઝનેસમાં તમારે વધારે ઇન્વસ્ટ કરવાની જરૂર નથી. સાથે તેમાં સરકાર પણ તમારી મદદ કરશે. આવો જાણીએ આ બિઝનેસ વિશે...

આજે અમે તમને જણાવી રહ્યા છીએ સાબુ બનાવવાની ફેક્ટરી એટલે કે સાબુના મેન્યુફેક્ચરિંગ યુનિટ વિશે. આ બિઝનેસમાં મશીનની મદદથી સાબુ બનાવવામાં આવે છે. સાબુ બનાવ્યા બાદ તેનું માર્કેટિંગ કરી બજાર સુધી પહોંચાડવામાં આવે છે. જો કે, ઘણા લોકો હેન્ડ મેડ સાબુ બનાવીને પણ બજારમાં વેચે છે. સારી વાત એ છે કે નાના સ્તર પર પણ આ બિઝનેસની શરૂઆત કરવામાં આવી શકે છે. ડિમાન્ડના કારણે આ બિઝનેસ દરેક સ્થિતિમાં સફળ થાય છે.

ભારતના બજારમાં સાબુની ઘણી કેટગરી છે. સાબુને બજારમાં તેના ઉપયોગના આધાર પર અલગ-અગલ કેટેગરીમાં વહેચી શકાય છે. જેમ કે, લોન્ડ્રી સોપ, બ્યુટી સોપ, મેડિકેટેડ સોપ, કિચન સોપ, પરફ્યૂમ્ડ સોપ વગેરે... તમે માંગ અને બજારને ધ્યાનમાં રાખી તેમાંથી કોઈપણ કેટેગરી પસંદ કરી શકો છો.

કેન્દ્ર સરકારની મુદ્રા સ્કીમ પ્રોજેક્ટ પ્રોફાઈલ અનુસાર તમે 1 વર્ષમાં લગભગ 4 લાખ કિલોનું કુલ પ્રોડક્શન કરી શકશો. તેની કુલ વેલ્યુ 47 લાખ રૂપિયા હશે. આ સ્કીમ હેઠળ તમને તમામ પ્રકારના ખર્ચ અને અન્ય દેવા બાદ કર્યા પછી પણ 6 લાખ રૂપિયા એટલે કે દર મહિને 50000 રૂપિયાનો ચોખ્ખો નફો મળશે.

સાબુ બનાવવાના યુનિટ લગાવવા માટે તમારે કુલ 750 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે. તેમાં 500 ચોરસ ફૂટ ઢાંકેલી અને બાકીની ખુલ્લી જગ્યા જોઈએ. તેમાં તમામ પ્રકારના મશીનો સાથે જ 8 પ્રકારના ઉપકરણ લગાવવામાં આવશે. પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, આ મશીનોને લગાવવામાં કુલ 1 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.

સાબુનો બિઝનેસ સફળ થવા પાછળનું સૌથી મોટું કારણ તેની ડિમાન્ડ નાના શહેરોથી લઇને મોટો શહેરો, ગામઓ સુધી છે. એવામાં સાબુ બનાવવાનો બિઝનેસ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે, ઓછા પૈસામાં સાબુની ફેકટરી શરૂ કરી શકો છો. આ બિઝનેસને શરૂ કરવા માટે મોદી સરકાર મુદ્રા સ્કીમ હેઠળ 80 ટકા લોન આપી શકે છે.

સાબુ બનાવવાના મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવામાં તમને કુલ 15,30,000 રૂપિયા ખર્ચ થાય છે. પરંતુ આ બિઝનેસ એટલા માટે સરળ છે કેમ કે આ યુનિટની જગ્યા, મશીનરી, ત્રણ મહિનાના વર્કિંગ કેપિટલ સામેલ છે. આ 15.30 લાખ રૂપિયામાંથી તમારે માત્ર 3.82 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. બાકીની રકમ તમને મુદ્રા સ્કીમ હેઠળ લોન તરીકે લઈ શકો છો.

(5:16 pm IST)