Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ટોપલેસ થઇને વિદ્યાર્થીઓને સીગારેટ અને ડ્રીંક્‍સ પીતા ફોટોશુટ કરવાની પરવાનગી આપનાર આર્ટ ટીચર પર કાર્યવાહી

41 વર્ષીય ટીચર અમ્‍મા રાઇટ ‘પાર્શિયલ ન્‍યુડ'ના નામ પર સગીર વિદ્યાર્થીઓ પાસે ફોટોશુટ કરાવ્‍યુ હતુ

નવી દિલ્‍હીઃ અમ્‍મા રાઇટ નામની 41 વર્ષીય આર્ટ ટીચરે ‘પાર્શિયલ ન્‍યુડ'ના નામ પર સગીર વિદ્યાર્થીઓને ટોપલેસ થઇને સ્‍મોક અને ડ્રીંક કરતા ફોટોશુટ કરવાની પરવાનગી આપતા તેણી પર ફરિયાદ થતા તમામ એજન્‍સીએ કાર્યવાહી કરી ટીચરને છુટા કરી દીધા છે.

સ્કૂલમાં બાળકોને મર્યાદામાં રહેવાનું શિખવાડવામાં આવે છે તો બીજી તરફ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્કૂલના વિદ્યાર્થી ટોપલેસ થઇને દારૂ અને સિગરેટ સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટોશૂટ સામે આવ્યા બાદ ખૂબ ચર્ચામાં આવી ગયું અને તેના વિશે પૂછપરછ કરવામાં આવી તો સમગ્ર ઘટના સામે આવી અને તે પણ આશ્વર્ય પમાડે તેવી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ ફોટોશૂટ માટે પોતાની ટીચર પાસેથી પરવાનગી લીધી હતી.

ટીચરે આપી પાર્શિયલ ન્યૂડ થવાની પરવાનગી

હવે લોકોને જાણીને આશ્વર્ય થાય છે કે કેવી રીતે કલાસરૂમમાં એક આર્ટ ટીચરે બાળકોને દારૂ પીતા, સિગરેટ પીતા અને ટોપલેસ થઇને ફોટો પડાવવાની પરવાનગી આપી. ધ સનમાં છપાયેલા સમાચર અનુસાર ટીચરનું નામ અમ્મા રાઇટ છે, 41 વર્ષની આ ટીચરને આ ફોટા સામે આવ્યા બાદ બેન કરી દેવામાં આવી છે. કારણ કે આ ટીચરને 15 વર્ષના બાળકોને 'પાર્શિયલ ન્યૂડ' થવાની પરમીશન આપી હતી. 'પાર્શિયલ ન્યૂડ'ના નામ પર બાળકોને ફક્ત અંડરવિયર પહેર્યા હતા.

સ્મોક કરતા, ડ્રિંક કરતાં વિદ્યાર્થી

ધ સન સમાચારપત્રના અનુસાર આ ફોટોશૂટમાં જ્યાં કેટલાક બાળકોએ પોતાના હાથ વડે બ્રેસ્ટ છુપાવી હતી, તો બીજી તરફ કેટલાકના હાથમાં સિગરેટ અને દારૂના જામ હતા. મામલો વધ્યા બાદ ટીચિંગ રેગુલેશન એજન્સીમાં અમ્માની ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ એક પેનલે આ કેસની સુનાવણી કરી અને પેનલ તરફથી એલન માયરિકે અમ્મા પર પ્રોફેશન ટીચિંગ સ્ટાડર્ડઝનું ઉલ્લંઘન કરવાની વાત કહી. તેમણે બેન કરી દેવામાં આવ્યા. પેનલનું કહેવું છે કે અમ્માએ બાળકોના હિતોને ધ્યાનમાં ન રાખ્યા.

(5:26 pm IST)