Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

‘‘અગિ્નપથ'' સ્‍કીમ સામે ખેડુત નેતા રાકેશ ટિકૈતની આંદોલનનું એલાન : ૩૦ જુને ખેડુત આંદોલન આવેદન

૪ વર્ષની નોકરી હોય શકે ? લોકસભા-વિધાનસભામાં એક વખત લડયા પછી ન લડવુ તેવો નિયમ છે

 

નવી દિલ્‍હી તા. ૧૮ : અગિ્નપથ' સ્‍કીમ સામે ખેડુત નેતા રાકેશ ટિકૈતએ આંદોલનનુ રણશીંગુ ફુંકયુ છે. અને ૩૦ મી જુને ખેડુત આંદોલન સાથે આવેદનપત્ર પાઠવવામાં આવશે.

આ અંગે મિડીયા સાથેની વાતચીતમાં રાકેશ ટિકૈતએ જણાવ્‍યું છે કે, નોકરી ૪ વર્ષની થોડી હોય શકે ? તો પછી લોકસભા અને વિધાનસભામાં પણ એક વખત ચુંટણી લડયા પછી બીજી વખત ન લડવું તેવો નિયમ બનાવવો જોઇએ.

રાકેશ ટિકૈતએ જણાવ્‍યું છે કે, આગળ શુ કરવુ તે અંગે પછી નિર્ણય લેશું

એક પુસ્‍તક અંગે રાકેશ ટિકૈતએ જણાવ્‍યું હતું કે પુસ્‍તકમાં ખાલીસ્‍તાને સમર્થન કરવામાં આવ્‍યું છે તેવુ જણાવ્‍યું છે.જેથી આરએસએસ ખુલાસો આપે તેવી માંગ કરી છ.ે

(6:04 pm IST)