Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

એર ચીફ માર્શલ વી આર ચૌધરી એ કહયુ હતું કે અમે આ પ્રકાર ની હિંસા ની નિંદા કરીએ છીએ જો કોઈ આ પ્રદર્શન માં સામેલ છે તો તેમને પોલીસમથી મંજૂરી મળશે નહીં .

નવી દિલ્હી, તા. 18 જૂન 2022 શનિવાર :અગ્નિપથ ભરતી યોજનાના વિરોધમાં રસ્તા પર ઉતરેલા યુવાનોને ચેતવણી જાહેર કરતા એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ કહ્યુ કે તેમને આ પ્રકારની હિંસક પ્રતિક્રિયાની આશા નહોતી. તેમણે પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા અભ્યર્થીઓને કહ્યુ કે તેમને ભવિષ્યમાં મોટુ નુકસાન થઈ શકે છે કેમ કે ભવિષ્યમાં પોલીસ વેરિફિકેશન ક્લિયર નહીં હોય તો નોકરી પણ મળશે નહીં.

એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યુ, અમે આ પ્રકારની હિંસાની નિંદા કરીએ છીએ. આ સમાધાન નથી. છેલ્લો તબક્કો પોલીસ ચકાસણી છે. જો કોઈ આ પ્રદર્શનમાં સામેલ છે, તો તેમને પોલીસમાંથી મંજૂરી મળશે નહીં.

ગૃહ મંત્રાલયથી રક્ષા મંત્રાલય સુધી અનામત

સરકારે શનિવારે ભાવિ અગ્નિવીરો માટે મોટુ એલાન કર્યુ. ગૃહ મંત્રાલય તરફથી અસમ રાઈફલ્સ અને સીએપીએફ ભરતીમાં 10 ટકા અનામત મળશે. ત્યાં રક્ષા મંત્રાલયે પણ પોતાના વિભાગમાં નોકરીઓ માટે 10 ટકા અનામત આપવાનુ એલાન કર્યુ છે. ભાવિ અગ્નિવીરો માટે રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે તેઓ રમત ગમત મંત્રાલયમાં યુવાનોને સામેલ કરવા માટે વિચાર કરી રહ્યા છે.

રક્ષા મંત્રાલયે ત્રણેય સેના પ્રમુખો સાથે મુલાકાત કરી

અગ્નિપથ યોજના વિરુદ્ધ વ્યાપક વિરોધની વચ્ચે સરકાર આગળ વધી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ દરમિયાન શનિવારે ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરી. સંરક્ષણ મંત્રીની સેના પ્રમુખો સાથેની આ બેઠક એટલે પણ ખાસ છે કેમ કે અત્યારે અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ સમગ્ર દેશના કેટલાક ભાગમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે.

(10:04 pm IST)