Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માર્ચમાં ર૦ અબજ ડોલરની વેચવાલી કરી એપ્રિલમાં ૧.૯૬ અબજ ડલર મુલ્‍યની અમેરિકી કરન્‍સીની ખરીદી કરી

રૂપીયાનું મુલ્‍ય ૪.૮ ટકા ઘટ્યું

મુંબઇ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માર્ચ મહિનામાં ૨૦ અબજ ડોલરની ચોખ્ખી વેચવાલી કર્યા બાદ એપ્રિલ મહિનામાં હાજર બજારમાંથી ૧.૯૬ અબજ ડોલરની મૂલ્યની અમેરિકન કરન્સીની ચોખ્ખી ખરીદી કરી છે.

રિઝર્વ બેન્કના આંકડા માસિક અહેવાલ મુજબ એપ્રિલ મહિનામાં કરન્સી માર્કેટમાં ૧૧.૯૬૫ અબજ ડોલરની ખરીદી અને ૧૦ અબજ ડોલરની વેચવાલી કરી છે, આ ધોરણે ચોખ્ખી સમીક્ષાધીન મહિનામાં યુએસ કરન્સીની ચોખ્ખી ખરીદી ૧.૯૬ અબજ ડોલર રહી છે.

તો તેની અગાઉના માર્ચ મહિનામાં રિઝર્વ બેન્કે ૪.૩૧ અબજ ડોલરની ખરીદી અને ૨૪.૪૧ અબજ ડોલરની વેચવાલી કરતા યુએસ કરન્સીનુ નેટ સેલિંગ ૨૦.૧૦ અબજ ડોલર રહ્યુ હતુ.
આ સાથે વિતેલ સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૨ દરમિયાન રિઝર્વ બેન્કે હાજર બજારમાં ૧૧૩.૯૯ અબજ ડોલરની ખરીદી અને ૯૬.૬૭ અબજ ડોલરની વેચવાલી કરી હતી. આમ તે વર્ષે ૧૭.૩૧૨ અબજ ડોલરના મૂલ્યની યુએસ કરન્સીની ચોખ્ખી ખરીદી કરી હતી.રિઝર્વ બેન્કના આંકડા મુજબ ફોરવર્ડ ડાલર માર્કેટમાં એપ્રિલ ૨૦૨૨ના અંતે આઉટસ્ટેન્ડિંગ નેટ પર્ચેઝ ૬૩.૮૨ અબજ ડોલર હતુ, જે માર્ચ ૨૦૨૨માં ૬૫.૭૯ અબજ ડોલર નોંધાયુ હતુ.

રિઝર્વ બેન્કનું કહેવુ છે કે, પ્રતિકૂળ બાહ્ય માહોલ વચ્ચે સંભવિત સ્ટેગફ્લેશનના જોખમોને ટાળવા માટે ભારત અન્ય દેશો કરતાં વધુ સારી સ્થિતિમાં છે. વૈશ્વિક આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે કારણ કે કોમોડિટીના ભાવમાં વધારો અને નાણાકીય બજારની અસ્થિરતાને લીધે અનિશ્ચિતતામાં વધારો થયો છે.યુએસ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ રોકવા માટે રિઝર્વ બેન્ક ઘણી વખત પોતાની પાસે રહેલા વિદેશી હૂંડિયામણમાંથી ડોલરની વેચવાલી કરતી હોય છે. બુધવારે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદર વધારતા ડોલર સામે રૂપિયો ગુરુવાર કે ૭૮.૨૨ના નવા તળિયે ઉતરી ગયો હતો. વર્ષ ૨૦૨૨માં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અત્યાર સુધીમાં ૪.૮ ટકા ઘટયુ છે.

(10:10 pm IST)