Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ગુજરાતના રાજકોટ ખાતે રમાયેલી ચોથી ટી-ર૦ ક્રિકેટ મેચમાં દિનેશ કાર્તિક કમાલ બતાવ્‍યો હતો : મેચ બાદ હાર્દિક પંડયા તથા દિનેશ કાર્તિક વચ્‍ચે વાતચીત થઇ હતી

મુંબઇ : સાઉથ આફ્રિકા સામેની રાજકોટમાં રમાયેલી ચોથી ટી-20 મેચમાં દિનેશ કાર્તિકે કમાલ બતાવ્યો હતો.

ફિનિશર દિનેશ કાર્તિક જે આઇપીએલમાં ધમાલ મચાવી અને પોતાના ભરોસા પર ઉતરીને ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ હતી. હવે આફ્રિકા સામે જ્યારે તેણે 55 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. દિનેશ કાર્તિકે હવે પોતાના કહાની સંભળાવે છે.

મેચ બાદ હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક વચ્ચે વાતચીત થઇ હતી, જેમાં હાર્દિકે પૂછ્યું હતું કે દિનેશ કાર્તિકે પોતાનામાં શું બદલાવ કર્યો છે, જેને લીધે લોકોને આવા દિનેશ કાર્તિક જોવા મળી રહ્યા છે. તમે બરોડામાં ઘણી પ્રેક્ટિસ કરી, જેના વિશે ઘણા લોકો જાણતા ન હતા. તમે માઈન્ડ સેટ કેમ બદલ્યો. આ વિશે દિનેશ કાર્તિકે કહ્યું, "હું સંપૂર્ણ રીતે દ્રઢ નિશ્ચયી હતો કે મારે ટી-20 વર્લ્ડ કપ રમવાનો છે. હું ઘણા લાંબા સમયથી વર્કઆઉટ કરી રહ્યો છું, મને ખબર છે કે ડ્રોપ લેવું કેવું લાગે છે. હું જાણું છું કે ટીમ ઇન્ડિયા માટે રમવું કેટલું મૂલ્યવાન છે.

આ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મને એક રોલ અને પ્લેટફોર્મ આપ્યું જેથી હું મારા પ્લાન પર કામ કરી શકું. મેં આ રોલ માટે કામ કર્યું છે, જેથી જો એવી પરિસ્થિતિ આવે કે હું મારી ટીમ માટે મેચ જીતી શકું તો તે મારા માટે ખૂબ જ ખાસ બની રહેશે.

મેં આ ટીમને બહારથી જોઈ છે, મને ખબર છે કે તેની અંદર રહેવું કેટલું મુશ્કેલ છે. ટીમમાં ઘણી પ્રતિભા છે, યુવા ખેલાડીઓ છે અને તેમની સાથે અહીં ઘણું શીખવા જેવું છે. હું ઘણા બધા લોકો સાથે ક્રિકેટ રમ્યો છું, જેના કારણે મને ભરોષો મળે છે. દિનેશ કાર્તિક ગયા વર્ષ સુધી કોમેન્ટ્રી કરી રહ્યો હતો, ત્યારબાદ તેણે વાપસી કરી, તે આઇપીએલ 2022માં બેસ્ટફિનિશર તરીકે ઉભરી આવ્યો, જેના આધારે ટીમ ભારત આવી ચુક્યો અને હવે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં છે.

(10:35 pm IST)