Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રેશનકાર્ડ ધારકો જ રેશનીંગનું અનાજ નફો લઇ સસ્‍તામાં વેચી મારતા હોવાનું કૌભાંડ કલેકટરના ધ્‍યાને આવ્‍યું : તમામ મામલતદારોને તપાસ કરવા જણાવાયું

કડક કાર્યવાહીક રવા આદેશ

નવી દિલ્‍હી : રેશનના કાર્ડધારકો જ રેશનીંગનું અનાજ વેપારી કે ફેરિયાઓને અમુક નફો લઈ સસ્તામાં વેચી મારતા હોવાનું કૌભાંડ કલેક્ટરના ધ્યાનમાં આવ્યું છે.

જિલ્લાના તમામ મામલતદારોને આ દિશામાં તપાસ કરવા અને આવા લાભાર્થીઓ તથા વેપારીઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

જિલ્લામાં રેશનીંગના 125 વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી તે પૈકી સાત વેપારીઓને ત્યાંથી ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે. ગત મે મહિનામાં ગેરરિતી આચરતાં વેપારીઓ પાસેથી એડજ્યુકેટ ઓફિસર દ્વારા 85 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આજે જિલ્લા નાગપિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતી તથા જિલ્લા તકેદારી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે ઉક્ત સૂચનાઓ આપી હોવાની વિગતો છે. કલેક્ટર ડો. કુલદીપ આર્યએ ચોંકાવનારી વિગતો બેઠકમાં આપી હતી કે, અમુક રેશનકાર્ડધારકો દ્વારા પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી લઈ તેને સસ્તા ભાવે વેપારી કે ફેરિયાને વેચી નાંખતા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે. આવા લાભાર્થીઓ અને તેમની પાસેથી રેશનીંગનું અનાજ ખરીદતા વેપારી કે રેશનીંગના દુકાનદારોને નહી બક્ષવા અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા તમામ મામલતદારોને સૂચના આપવામાં આવી છે. સરકાર સાચા લાભાર્થીઓ સુધી રેશનીંગનું અનાજ પહોંચે તે માટે તત્પર છે ત્યાં લાભાર્થીઓ પોતે જ પોતાના ભાગનું અનાજ વેચી મારતા હોવાનું સામે આવતાં તંત્ર ચોંકી ઉઠયું છે.

કલેક્ટરે પણ આ પ્રકારની પ્રવૃત્તિ નહિ કરવા રેશનકાર્ડ ધારકોને અપીલ કરી છે. તો જિલ્લાના ચારેય મામલતદારોને આ પ્રકારની હરકતો પર નજર રાખવા અને જ્યાં ગરબડી દેખાય ત્યાં સીધા એક્શનના આદેશ આપ્યા છે. સરકાર રેશનકાર્ડ થકી અનાજ સાચા લાભાર્થી સુધી પહોંચે તે માટેના સક્રીય પ્રયાસો કરે છે. ત્યાં લાભાર્થીઓ દ્વારા જ રેશનીંગનો જથ્થો વેચી મારવામાં આવતો હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. જિલ્લા કલેક્ટરની સૂચનાથી જિલ્લામાં 125 જેટલા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી સાત વેપારીઓને ત્યાં શંકા જતાં ત્યાંથી ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે. અને તપાસ કરાવવામાં આવી છે.

(10:42 pm IST)