Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ઓસ્ટ્રિલિયાના ન્યૂક્લિયર સબમરીન કરારથી ચીન ગભરાયું :પરમાણુ હુમલાની ધમકી આપતા ખળભળાટ

ચીને કહ્યું આ કરારને પૂર્ણ કરી પરમાણુ ઉર્જાથી ચાલતી સબમરિનને પ્રાપ્ત કરી લે છે તો તે દેશ પર પરમાણું હુમલાની શક્યતા

નવી દિલ્હી : અમેરિકા અને બ્રિટેનની સાથે ઓસ્ટ્રિલિયાએ કરેલા ન્યૂક્લિયર સબમરીન કરારથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનની સ્ટેટ મીડિયાએ ચેતવણી આપી છે કે, જો ઓસ્ટ્રલિયા આ કરારને પૂર્ણ કરીને પરમાણુ ઉર્જાથી ચાલતી સબમરિનને પ્રાપ્ત કરી લે છે તો તે દેશ પર પરમાણું હુમલાની શક્યતા વધુ શકે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા Zhao Lijianએ જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા,અમેરિકા અને બ્રિટેનના નવા કરાર AUKUS ના કારણે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને ગંભીરરૂપે નુકશાન પહોંચી શકે છે.

તેનાથી હથિયારોની હરિફાઈ ઝડપથી વધશે અને પરમાણુ હથિયારો સાથે જોડાયેલી સંધી પણ નબળી પડશે.

આ ઉપરાંત ચીનના ગ્લોબલ ટાઈમ્સ એક ડગલુ આગળ વધતા કહ્યું કે, ઓસ્ટ્રલિયાનું આ પગલુ તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે અને આ દેશ પર ન્યૂક્લિયર એટેક પણ થઈ શકે છે. ગ્લોબલ ટાઈમ્,ના આ આર્ટિકલમાં એક અજાણ્યા ચીની સૈન્ય વિશેષજ્ઞનો હવાલો આપવામાં આવ્યો છે, જેમા તેમણે કહ્યું છે કે, ઓસ્ટ્રલિયા તેમના આ પગલાથી અન્ય દેશો પર પરમાણું હુમલાનો ખતરો ઉભો કરી શકે છે.

કેમ કે, આ સબમરિનમાં અમેરિકા કે બ્રિટેન દ્વારા આપવામાં આવેલા ન્યૂક્લિયર હથિયારોને લગાવી શકાય છે. અમેરિકાની રણનીતિક માંગને પૂર્ણ કરનાર ઓસ્ટ્રલિયાની ન્યૂક્લિયર સબમરિનના કારણે રશિયા અને ચીન જેવા દેશો પર ખતરો વધી શકે છે. તેના કારણે ઓસ્ટ્રેલિયા પર પણ હુમલાનો ખતરો વધી શકે છે.

તેમણે કહ્યું કે, ચીન કે રશિયા ઓસ્ટ્રલિયાના આ કરાર બાદ તેને એવા દેશ તરીકે નહીં જોવે કે તે એક શાંતિપ્રિય દેશે ન્યૂક્લિયર પાવર પ્રાપ્ત કરી છે પરંતુ તેને અમેરિકાનું સમર્થક માનતા એક એવા દેશ તરીકે જોશે જે કોઈ પણ સમયે પરમાણું હથિયારોના જથ્થા સાથે પોતાને એક આક્રમક દેશ તરીકે પ્રસ્તુ કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ચીનની DF-31 પરમાણું મિસાઈલ 11 હજાર 200 કિમીનું અંતર કાપી શકે છે. જે માત્ર અડધી કલાકમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી શકે છે. વિશ્વમાં હાલમાં 8 દેશો છે જેમની પાસે પરમાણું હથિયારો છે, જેમા અમેરિકા, બ્રિટેન, ફ્રાંસ, ચીન, ભારત, રશિયા, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા સામેલ છે. ઓસ્ટ્રલિયાને હાલમાં પરમાણું હથિયારનો કોઈ અનુભવ નથી અને ઓસ્ટ્રલિયાના પીએમ સતત કહી રહ્યા છે કે પરમાણું સંધિ તોડવાનો તેમનો કોઈ ઈરાદો નથી.

(11:09 pm IST)