Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

માસિક ધર્મની સાઇકલમાં ફેરફાર અને કોરોનાની વેકિસન વચ્ચેનો સંબંધ ચકાસવો જરૂરી : અભ્યાસ

મહિલાઓમાં વેકિસન લીધા પછી મેન્સ્ટ્રુઅલ સાઇકલમાં ફેરફારના રિપોર્ટ નોંધાયા

લંડન,તા. ૧૮ : કોવિડ વેકિસનેશન અને માસિ ધર્મની સાઇકલમાં ફેરફાર વચ્ચે સંબંધ હોઇ શકે અને તેને ચકાસવો જોઇએ એવો મત બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરાયો છે. ગુરૂવારે જારી કરાયેલા તંત્રી લેખમાં લંડનની ઇમ્પિરિયલ કોલેજના નિષ્ણાંતો વિકટોરિયા મેલે નોંધ્યું હતુ કે પિરિયડ કે યોનિમાં અણધાર્યા રકતસ્ત્રાવ જેવા લક્ષણોનો ઉલ્લેખ કોવિડ-૧૯ વેકિસનેશનની આડઅસર તરીકે કરાયો નથી.

તેમણે કહ્યું હતુ 'યુકે મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડકટસ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ)ની સર્વેલન્સ સ્કીમને બીજી સપ્ટેમ્બર સુધીમાં દવાની આડઅસર અંગેના ૩૦,૦૦૦ રિપોર્ટસ મોકલાયા હતા. જો કે નિષ્ણાંતના જણાવ્યા અનુસાર મોટા ભાગની મહિલાઓના જણાવ્યા અનુસાર પછીની સાઇકલમાં તેમના પિરિયડ સામાન્ય થઇ ગયા હતા. મહત્વન વાત એ છે કે, કોવિડ-૧૯ વેકિસનેશનની ફર્ર્ટિલિટી પર પ્રતિકૂળ અસરના કોઇ પુરાવા મળ્યા નથી. એમએચઆરએના જણાવ્યા અનુસાર સર્વેલન્સ ડેટામાં માસિક ધર્મમાં ફેરફાર અને કોવિડ-૧૯ વેકિસન વચ્ચે સંબંધ હોવાનું જણાયું નથી. જેનું કારણ વેકિસન લીધેલા લોકો અને માસિક ધર્મમાં અનિયમિતતા થઇ હોય એવી મહિલાઓનો આંકડો ઓછો હોવાથી હજુ કોઇ નક્કર તારણ પર પહોંચી શકાયું નથી. જોકે, મેલના જણાવ્યા અનુસાર ડેટા જે રીતે એકત્ર કરાયો છે તેના આધારે નક્કર તારણ પર પહોંચવું મુશ્કેલ છે. તેમણે દલીલ કરી હતી કે વેકિસન લીધેલી મહિલાઓ અને નહીં લેનાર મહિલાઓના માસિક ધર્મમાં ફેરફારની તુલાના દ્વારા જ યોગ્ય તારણ પર પહોંચી શકાશે. તેમણે જણાવ્યું હતુ કે કોવિડ -૧૯ની એેમઆરએનએ અને એડિયોવાઇરસ -વેકટર્ડ બંને વેકિસન લીધા પછી માસિક ધર્મની સાઇકલમાં ફેરફાર થયો હોવાનો અહેવાલ નોંધાયા છે. તે સુચવે છે કે બંને વચ્ચે કોઇ સંબંધ હોય તો એ વેકિસનના કોઇ કેમિકલનું નહીં, વેકિસનેશનને પગલે ઇમ્યુન સિસ્ટમના રિસ્પોન્સનું કારણ હોઇ શકે.

(10:04 am IST)