Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સુપ્રિમનો આદેશ... ૮૯ (પ) પ્રમાણે ઇનપુટ સર્વિસનું રીફંડ નહીંનો હતો

જીએસટી... કલમ ૫૪માં સર્વિસ ઉપર રીફંડની જોગવાઇથી અસમંજસની સ્થિતિ

ગુજરાત હાઇકોર્ટે કલમ ૫૪ પ્રમાણે સર્વિસનું રીફંડ આપવાનો આદેશ કર્યો હતો

નવી દિલ્હી, તા.૧૮: જીએસટીની કલમ પ૪માં ઇનપુટ સર્વિસ પર રીફંડ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. ત્યારે નિયમ ૮૯(૫)થી તેને અટકાવી શકાય નહીં તેવો જ ચુકાદો? ગુજરાત હાઇકોર્ટે આપ્યોહ શતો. જયારે સુપ્રિમે ઇનપુટ સર્વિસ પર નિયમ ૮૯(૫) પ્રમાણે રીફંડ નહીં આપવાનો આદેશ કર્યો છે. તેના કારણે અધિકારીઓમાં અસમંજસની સ્થિતી સર્જાઇ છે.

જીએસટીના અમલીકરણ વખતે ફ્રી ફલો ઓફ ટેક્ષ ક્રેડિટ એટલે કે કરદાતાને સરળતાથી ટેકસની ક્રેડિટ મળશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ ઇનપુટ સર્વિસ પર રીફંડ નહીં આપવાના કારણે સરકારે કરેલી જાહેરાતનો જ અમલ કરવામાં આવતો નહીં હોવાની હકીકતો જાણવા મળી છે. કોઇ પણ નિયમ બનાવવામાં આવે તો કાયદામાં કરવામાં આવેલી જોગવાઇ અને તેના અમલ માટે બનાવાતો હોય છે. જેથી નિયમ કાયદાની ઉપરવટ હોઇ ના શકે. જેથી જીએસટીની કલમ ૫૪માં ઇનપુટ ટેકસ સર્વિસ પરના રીફંડ આપવાનુ થતુ હોય તો નિયમ ૮૯(૫) થી તેને અટકાવી શકાય નહીં અને તેજ પ્રમાણેનો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યો હતો. જયારે સુપ્રિમકોર્ટે નિયમ ૮૯(૫) પ્રમાણે રીફંડ નહીં આપવાનો આદેશ કર્યો છે. તેના લીધે વેપારીઓની સાથે સાથે અધિકારીઓમાં પણ અસમંજસની સ્થિતી સર્જાઇ છે. જેથી હાલ તો જીએસટી કાઉન્સીલની બેઠકમાં વેપારીઓને આ બાબતે રાહત આપવામાં આવે છે કે નહી તેના પર સૌની નજર મંડાયેલી.(૨૩.૯)

કલમ પ૪ પ્રમાણે રીફંડ અપાય

સરકારે ફ્રી ફલો ઓફ ટેકસ ક્રેડિટનુ આપેલુ વચન પાળવુ જોઇએ. કારણ કે જીએસટીની કલમ ૫૪ની જોગવાઇને ધ્યાને રાખવામાં આવે તો વેપારીને ઇનપુટ સર્વિસ પર પ્રશાંત શાહ (ટેકસ કન્સલટન્ટ)

(11:50 am IST)