Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ગયા વર્ષની સરખામણીમાં ૭૩ ટકા વધારે

બજેટના અંદાજના અડધાથી વધારે કર સંગ્રહ

લખનૌ તા. ૧૮ : કેન્દ્ર સરકારનો પ્રત્યક્ષ કર સંગ્રહ (રીફંડ પછી) નાણાકીય વર્ષ ૨૦૨૨ના બજેટ અંદાજના ૫૦ ટકાને પાર કરી ગયો છે. બીજા ત્રિમાસીકમાં એડવાન્સ ટેક્ષમાં તેજી અને ઓછા રિફંડના કારણે ૧૬ સપ્ટેમ્બર સુધીમાં પ્રત્યક્ષ કર સંગ્રહ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૭૩ ટકા વધારે રહ્યો છે. આશા કરતા વધારે કર સંગ્રહનો આંકડો કોરોનાની બીજી લહેર પછી આર્થિક ગતિવિધિમાં સુધારો દર્શાવે છે.

એડવાન્સ ટેક્ષના બીજા હપ્તાના ચુકવણા દરમિયાન કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ ૫.૬૬ લાખ રૂપિયા રહ્યો છે જે ગયા વર્ષે ૩.૨૮ લાખ કરોડ હતો. ચાલુ નાણાકીય વર્ષમાં ૧૧.૦૮ લાખ કરોડ રૂપિયા કર સંગ્રહનું અનુમાન કરાયું છે. કોરોના પહેલાના એટલે કે ૨૦૧૯-૨૦માં આ સમયગાળામાં ૪.૪ લાખ કરોડ રૂપિયા પ્રત્યક્ષ કર જમા થયો હતો. રિફંડ પછી કર સંગ્રહ ૬.૪ લાખ કરોડ રૂપિયા રહ્યો જે ગયા વર્ષની સમાન મુદ્દતની સરખામણીમાં ૪૭ ટકા વધારે છે પણ ૨૦૧૯-૨૦ની સરખામણીમાં ૧૮ ટકા ઓછો છે. ૧૬ સપ્ટેમ્બર સુધીમાં ૭૪૦૦૦ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરાયા છે ગયા વર્ષના એ જ સમયગાળાના ૧.૦૬ લાખ કરોડ રૂપિયા કરતા ૩૦ ટકા ઓછા છે. ૨૦૧૯-૨૦માં આ સમયગાળામાં ૧.૦૧ લાખ કરોડ રૂપિયાના રિફંડ અપાયા હતા.

(12:19 pm IST)