Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ઝારખંડના લાતેહારના શેરગાડા ગામમાં મૂર્તિ વિસર્જન સમયે દુર્ઘટનાઃ તળાવમાં ડુબી જતા 7 છોકરીઓના મોત

કર્મપૂજા દરમિયાન મૂર્તિ પધરાવવા જતા તરતા ન આવડતા જાનહાનિ સર્જાઇ

ઝારખંડના લાતેહારના શેરગાડા ગામમાં મૂર્તિ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે.

લાતેહારમાં  શેરગાડા ગામના તળાવમાં  મૂર્તિ પધરાવવા માટે તળાવમાં ઉતરેલી 7 છોકરીના ડૂબવાને કારણે મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી હતી. ગામમાં કર્મપૂજા દરમિયાન મૂર્તિ પધરાવવા માટે સાત છોકરીઓને તળાવમાં ઉતારવામાં આવી હતી પરંતુ તેમને તરતા આવડતું ન હોવાને કારણે તે ડૂબી ગઈ હતી. ઘટનાની ખબર મળતા પોલીસ અને ગામલોકો તળાવ તરફ દોડી ગયા હતા તથા ડૂબેલી છોકરીઓને બચાવાની કામગીરી શરુ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. તમામ છોકરીઓના મોત થઈ ચૂક્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર મૂર્તિ વિસર્જન દરમિયાન આ મોટી હોનારત સર્જાઈ હતી. તળાવમાં  મૂર્તિ પધરાવવા માટે સાત છોકરીઓ ઉતરી હતી. આ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં જતી રહી હતી, એક પણ છોકરીને તરતા આવડતું નહોતું તેને પરિણામે તે બધી ડૂબી ગઈ.

રાહત બચાવ કામ દરમિયાન તમામ 7 છોકરીઓની લાશ બહાર કાઢવામાં આવી હતી તેમને તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં હતી જ્યાં તમામને મૃત જાહેર કરવામાં આવી.

મૃતક છોકરીના નામ

(1) રેખાકુમારી, 18 વર્ષ

(2) લક્ષ્મી કુમાર, 8 વર્ષ

(3) રીના કુમારી,11 વર્ષ

(4) મીના કુમારી, 15 વર્ષ

6. સુષમા કુમારી, 7 વર્ષ

(11:31 pm IST)