Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મુંબઇમાં 1993ની જેમ બોમ્‍બ વિસ્‍ફોટના પ્‍લાનનો પર્દાફાશઃ વધુ એક આતંકી જાકિરની જોગેશ્વરી વિસ્‍તારમાંથી ધરપકડ

6 આરોપીઓ 14 દિવસના રિમાન્‍ડ કોર્ટ દ્વારા મંજૂર

મુંબઇ: મુંબઇ એટીએસ અને મુંબઇ ક્રાઇમ બ્રાંચની સંયુક્ત ટીમે દિલ્હી પોલીસ દ્વારા પાકિસ્તાન પ્રાયોજિત આતંકી મૉડ્યૂલનો પર્દાફાશ મામલે મુંબઇથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી જાકિરની શનિવાર સવારે મુંબઇના જોગેશ્વરી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

જાકિર આ પહેલા આતંકી જન મોહમ્મદ શેખ ઉર્ફ સમીર કાલિયા સાથે મુંબઇમાં હથિયાર અને વિસ્ફોટક લાવવા માટે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ધરપકડ કરી હતી.

દિલ્હી પોલીસે પાકિસ્તાન સમર્થિત આતંકી મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો હતો, જેમાં પાકિસ્તાન-આઇએસઆઇ ટ્રેઇન બે આતંકવાદી સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ જન મોહમ્મદ શેખ ઉર્ફ સમીર (47), ઓસામા (22), મૂલચંદ (47), જીશાન કમર (28), મોહમ્મદ અબૂ બકર (23) અને મોહમ્મદ આમિર જાવેદ (31)ના રૂપમાં થઇ છે. તમને જણાવી દઇએ કે દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગમાં રેડ કરવામાં આવી હતી.

ઓસામા અને કમર સહિત ધરપકડ કરાયેલા તમામ છ આરોપીઓને દિલ્હીની એક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ માટે 14 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પોલીસે કહ્યુ હતુ કે પૂછપરછથી ખબર પડે છે કે પાકિસ્તાનના આતંકી મૉડ્યૂલને અંડરવર્લ્ડ અને પાકિસ્તાન-આઇએસઆઇ ટ્રેઇન આતંકી મૉડ્યૂલના માધ્યમથી બે ઘટકના માધ્યમથી સંચાલિત કરવામાં આવી રહ્યો હતો.

સૂત્રોએ કહ્યુ કે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા છ આરોપીઓની પૂછપરછથી ખબર પડે છે કે તે 1993ના મુંબઇ વિસ્ફોટની જેમ હુમલાની યોજના બનાવી રહ્યા હતા. ધરપકડ કરાયેલા આતંકીઓ પાસેથી પોલીસે 1.5 કિલો આરડીએક્સ પણ જપ્ત કર્યો હતો. ધરપકડ કરાયેલા આતંકીઓએ કેટલાક લોકોના નામ જણાવ્યા છે જે આતંકી મૉડ્યૂલની મદદ માટે સ્લીપર સેલ તરીકે કામ કરી રહ્યા હતા.

(6:08 pm IST)