Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ઝટકોઃ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા સાંસદ બાબુલ સુપ્રિયો ટીએમસી જોઇન કરી

સાંસદ અભિષેક બેનરજી અને ડેરેકઓ બ્રાયનની હાજરીમાં સભ્‍યપદ મેળવ્‍યુ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા સાંસદ બાબુલ સુપ્રિયોએ ટીએમસી જોઇન કરી લીધી છે. બાબુલ સુપ્રિયોએ થોડા સમય પહેલા જ ભાજપમાંથી રાજીનામુ આપ્યુ હતુ. ટીએમસી સાંસદ અભિષેક બેનરજી અને ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં તેમણે તૃણમૂલ કોંગ્રેસનું સભ્યપદ મેળવ્યુ હતુ.

બાબુલ સુપ્રિયોના પાર્ટીમાં સામેલ થવા પર ટીએમસી તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ કે, ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી અને રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ બાબુલ સુપ્રિયો ટીએમસીમાં સામેલ થઇ ગયા છે. અમે આ પ્રસંગે તેમનું પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ.

જુલાઇમાં રાજનીતિમાંથી સન્યાસની જાહેરાત કરી હતી

મહત્વપૂર્ણ છે કે ગત જુલાઇ મહિનામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળ ભાજપના મોટા નેતાઓમાં સામેલ રહેલા બાબુલ સુપ્રિયોએ રાજનીતિને અલવિદા કહી દીધુ હતુ. બાબુલ સુપ્રિયોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કહ્યુ કે તે રાજનીતિમાં માત્ર સમાજ સેવા માટે આવ્યા હતા. હવે તેમણે પોતાનો રસ્તો બદલી નાખ્યો છે.

મહત્વપૂર્ણ છે કે જુલાઇ મહિનામાં જ્યારે તેમણે રાજનીતિમાંથી સન્યાસની જાહેરાત કરી હતી તો તેમણે કહ્યુ હતુ કે લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં રહેવાની જરૂર નથી. તે રાજનીતિથી અલગ થઇને પણ પોતાના તે ઉદ્દેશ્યને પુરો કરી શકે છે, તેમની તરફથી પોસ્ટમાં પહેલા આ વાત પર ભાર મુકવામાં આવ્યો કે તે હંમેશાથી ભાજપનો જ ભાગ રહ્યા છે અને રહેશે. બાબુલ સુપ્રિયોએ એમ પણ કહ્યુ હતુ કે તે ટીએમસી અથવા કોઇ બીજી પાર્ટીમાં સામેલ નહી થાય પરંતુ હવે તેમના તરફથી પોતાની પોસ્ટને અપડેટ કરવામાં આવી છે અને તેમણે આ લાિનને હટાવી દીધી છે.

(6:09 pm IST)