Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

તમામ ગુના મામલે યુપી દેશમાં ટોચ પર : પ્રિયંકા ગાંધી

યુપીમાં ચૂંટણી પૂર્વે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ : યુપી સરકારના ખોખલા દાવાઓ પર કોંગ્રેસનાં પ્રહાર

લખનૌ, તા.૧૮ : યુપી વિધાનસભા ચૂંટણી પહેલા આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઈ ગયો છે. વિરોધી દળ એક-બીજા દળના નેતાઓ પર જોરદાર હુમલો કરી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ અને યુપી પ્રભારી પ્રિયંકા ગાંધીએ સતત યોગી સરકાર પર નિશાન સાધ્યુ છે. પ્રિયંકા ગાંધીએ હવે યુપીમાં ગુનાના મુદ્દે યોગી સરકારને આડે હાથ લીધા છે. પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટનો હવાલો પણ આપ્યો છે.

પ્રિયંકા ગાંધીએ શનિવારે એક ટ્વીટ કરી છે. ટ્વીટમાં તેમણે ગુનાના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી કહ્યુ, એનસીઆરબીના આંકડા અનુસાર મહિલાઓ અને દલિત વિરૂદ્ધ અપરાધ, હત્યા અને અપહરણના કેસમાં અને હિંસક અપરાધોના મામલે યુપી ટોપ પર છે. યુપી સરકારના દાવાઓથી વિપરીત, ઉત્તરપ્રદેશમાં અપરાધરાજ ચરમ પર છે.

એનસીઆરબીના આંકડા અનુસાર, ૨૦૨૦માં મહિલાઓ વિરૂદ્ઘ ગુનાના મામલે ૨૮,૦૪૬ રેપની ઘટનાઓ ઘટી હતી તેમાં ૨૮,૧૫૩ પીડિતાઓ છે. ગયા વર્ષે કોવિડ-૧૯ ના કારણે લોકડાઉન લગાવાયુ હતુ. તેમણે જણાવ્યુ કે કુલ પીડિતાઓમાંથી ૨૫,૪૯૮ વયસ્ક અને ,૬૫૫ સગીર છે. એનસીઆરબીના ગયા વર્ષના આંકડા અનુસાર ૨૦૧૯માં રેપના ૩૨,૦૩૩, ૨૦૧૮માં ૩૩,૩૫૬ ૨૦૧૭માં ૩૨,૫૫૯ અને ૨૦૧૬માં ૩૮,૯૪૭ કેસ હતા. ગયા વર્ષે રેપના સૌથી વધારે ,૩૧૦ કેસ રાજસ્થાનમાં નોંધાયા. જે બાદ ,૭૬૯ કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા હતા.

(7:26 pm IST)