Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

દરરોજ બે કરોડથી વધુ ડોઝ અપાય એવી આશાઃ રાહુલ ગાંધી

દેશમાં રેકોર્ડબ્રેક વેક્સિનના ડોઝ અપાયા : પીએમ મોદીએ કહ્યું કે, જન્મ દિવસ તો આવતા અને જતા રહેશે પણ ગઈકાલે જે રેકોર્ડ બન્યો છે તે દિલને સ્પર્શી ગયો

નવી દિલ્હી, તા.૧૮ : પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે ભારતમાં રેકોર્ડ બ્રેક કોરોના વેક્સીનના ડોઝ લોકોને અપાયા છે અને એક દિવસમાં .૫૦ કરોડ કરતા વધારે લોકોને રસી મુકવામાં આવી છે.

ભારતે સાથે ચીનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે અને તેની સાથે ભારતમાં હવે ૭૯ કરોડ કરતા વધારે લોકોને કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ચુકયો છે. પહેલા ચીને એક દિવસમાં .૪૭ કરોડ લોકોને કોરોનાની રસી  આપી હતી.

દરમિયાન કોંગ્રેસના આગેવાન અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતના રેકોર્ડ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, આશા છે કે, ભારતમાં આવનારા દિવસોમાં પણ રોજ બે કરોડ કરતા વધારે વેક્સીન ડોઝ મુકવામાં આવશે. કારણકે દેશને પ્રકારની ઝડપની જરૂર છે. જેથી કોરોનાનો સામનો કરી શકાય.

વેક્સીનના રેકોર્ડ પર પીએમ મોદીએ પણ કહ્યુ હતુ કે, જન્મ દિવસ તો આવતા રહેશે અને જતા રહેશે પણ ગઈકાલે જે રેકોર્ડ બન્યો છે તે મારા દિલને સ્પર્શી ગયો છે. મારો જન્મ દિવસ ખાસ બની ગયો છે.

(7:26 pm IST)